મુંબઇઃ બૉલીવુડ એક્ટર વિવેક ઓબેરૉયે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર પર એક જબરદસ્ત કૉમેન્ટ કરી છે. મેચ હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ અને કેપ્ટનની ચારેય બાજુ મજાક બનાવવામાં આવી રહી છે, ત્યારે વિવેક ઓબૉરોયે પોતાના ટ્વીટર પર એક પૉસ્ટ શેર કરી છે જેમાં પાકિસ્તાનની યુદ્ધ અને ક્રિકેટ બન્નેમાં હારનો ઉલ્લેખ કરીને મજાક ઉડાવી છે.

વિવેક ઓબોરૉયે પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના એક સીન શેર કરતાં લખ્યુ, "ડરતે તો વો હે જો ના હમસે જંગ કે મેદાન મેં જીત પાયે ઔર ના હી ક્રિકેટ કે"


ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત વિવેક ઓબોરૉયે બીજી ઘણીબધી ટ્વીટ કરી છે, જે તમામમાં ટીમ ઇન્ડિયાના પ્રસંશા અને પાકિસ્તાનની મજાક ઉડાવી છે