મુંબઈ: ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની જોડીએ બૉક્સ ઓફિસ પર એક્શનનો એવો ઘમાકો કર્યો છે કે બોલિવૂડની તમામ ફિલ્મોનો રેકોર્ડ તોડી દીધાં છે. આ ફિલ્મે પ્રથમ દિવસે જ બંમ્પર ઓપનિંગ કરી બૉલિવૂડની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. ઋતિક અને ટાઈગર પ્રથમ વખત આ ફિલ્મમાં એક સાથે નજર આવ્યા છે.



આ પહેલા સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ આમિર ખાનની ઠગ્સ ઑફ હિંદોસ્તાનના નામે હતો. આ ફિલ્મે પ્રથમ દિવસે 50.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ વોર ફિલ્મે આ રેકોર્ડને તોડતા પ્રથમ દિવસે 53.35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.


ફિલ્મ વૉર કુલ 4000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને સમીક્ષકોએ પણ સારા રિવ્યૂ આપ્યા છે અને રેટિંગ પણ સારી આપી છે.

આ ફિલ્મે ત્રણ મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધાં છે.

1- પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડની ફિલ્મ
2- આ ફિલ્મ યશરાજ, ઋતિક રોશન અને ટાઈગરના કેરિયરની પણ સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.
3- આ સિવાય કોઈ પણ હોલિડે પર રિલિઝ થયેલી ફિલ્મોની કમાણી મામલે પણ નંબર વન ફિલ્મ બની ગઈ છે.

આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી છે. જેમાં ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ સાથે વાણી કપૂર પણ છે.