ગાંધીનગરઃ રાજ્ય પર આ વર્ષે મેઘરાજા વધારે મહેરબાન થયા છે. છેલ્લા થોડા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે ઘણા જિલ્લામાં લીલા દુકાળની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં સરેરાશ 140.98 ટકા વરસાદ થયો છે.


હાલ રાજ્યના 120 જળાશયો છલકાઈ ગયા છે, જ્યારે 55 જળાશયો 70થી 100 ટકા ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહશક્તિના 98.26 ટકા જળ સંગ્રહ થયો છે. રાજ્યના કુલ 204 જળાશયોમાં 94.52 ટકા પાણીનો જથ્થો છે. ગત વર્ષે આ સમયે રાજ્યના જળાશયોમાં 54.81 ટકા જથ્થો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ બાદ હજુ જાણ જીવન ખોરવાયું છે. દ્વારકા જિલ્લામાં 165 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ અંદાજિત 6 થી 7 ગામને જોડતો રસ્તો બિસ્માર થયો છે. રસ્તા પર જતાં વિદ્યાર્થીઓ ટિફિન અને સ્કૂલ બેગ સાથે કીચડમાં પડતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

રોહિત શર્માએ સેહવાગના રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગતે

સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાના બંને ઓપનરોએ ફટકારી સદી, જાણો કેટલા રેકોર્ડ બન્યા

ભોપાલઃ નેતા-અધિકારીઓ સાથે બોલીવુડની આ અભિનેત્રીઓએ પણ માણ્યું હતું સેક્સ, જાણો ક્યાં ચાલતી કામલીલા ?