રણવીરે દીપિકા સામે કર્યો પ્રેમનો એકરાર, આવા હતા દીપિકાના એક્સપ્રેશન!
થોડાક સમય પહેલા જ દીપિકાએ કહ્યુ હતું કે જ્યારે તે અને રણવીર સાથે હોય ત્યારે તેમને અન્ય કોઈ ત્રીજી વ્યક્તિની જરુર નથી હોતી. હવે રણવીરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે દીપિકા માટે સ્પેશિયલ મેસેજ આપી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જ્યારે પણ સાથે જોવા મળે છે ફેન્સ આ જોડીની કેમેસ્ટ્રીને ભૂલી નથી શકતા. અંદાજે ચાર વર્ષતી રિલેશનશિપમાં જોવા મળતી આ જોડી હંમેશાથી જ પોતાના અફેરના ખુલાસાને લઈને ક્યારે સામે નથી આવી. જોકે એક બીજા માટે બન્નેને કેટલો પ્રેમ છે તે અનેક વખત એક બીજાના વખાણ કરતાં સાબિત થઈ જાય છે.
આ વીડિયોમાં સાથે સાથે દીપિકાનું રિએક્શન પણ બતાવવામાં આવ્યું છે. દીપિકા આ વીડિયો જોઈને ખુબ ખુશ જણાઈ રહી છે. વીડિયોમાં પહેલા રણવીર એક સોન્ગ દીપિકા માટે ડેડિકેટ કરે છે અને પછી કહે છે કે, દીપિકા પોતાના કરોડો ફેન્સના જીવનમાં ઉજાસ લઈને આવી છે અને મારા જીવનમાં પણ. હું ઉપરવાળાને પ્રાર્થના કરીશ કે તમારા જીવનમાં આ જ ઉજાસ હંમેશા પથરાયેલો રહે.
રણવીર અને દીપિકાએ રામલીલા ફિલ્મમાં સાથે કામ કર્યુ હતુ. ત્યારે આ જોડીને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. પછી બાજીરાવ મસ્તાનીમાં પણ આ કપલની કેમિસ્ટ્રિએ તેમને બોલિવૂડની ફેવરિટ જોડી બનાવી દીધા. હવે આ બન્ને સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીમાં સાથે દેખાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -