વિરાટ કોહલીએ બ્રેડમેન અને પોન્ટિંગને પાછળ છોડીને બનાવ્યો આ રેકોર્ડ, જાણો
કોહલીએ કેપ્ટન તરીકે પાંચમી બેવડી સદી ફટકારતા 267 બોલમાં 17 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 213 રનની ઈનિંગ રમી. તેણે રોહિત શર્મા સાથે પાંચમી વિકેટ માટે 173 રનની ભાગીદારી પણ બનાવી. જેના કારણે ભારતે પોતાની પ્રથમ ઈનિંગ 610 રન બનાવીને ડિકલેર કરી. કોહલીએ ચેતેશ્વર પૂજારા સાથે ત્રીજી વિકેટ માટે 183 રન જોડ્યા. આ ઉપરાંત ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયે પણ 128 રન ફટકાર્યા હતા. આ ત્રીજી વાર છે જ્યારે ભારતના ચાર બેટ્સમેનોએ ઈનિંગમાં સદી ફટકારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસદી ફટકાર્યા બાદ કેપ્ટન કોહલીએ પોતાની 5મી બેવડી સદી પણ પુરી કરી. આ સાથે જ કેપ્ટન તરીકે સૌથી વધારે બેવડી સદી મામલે વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારા અને સાથે જ સંયુક્ત રીતે પહેલા નંબરે પહોંચી ગયો છે. લારાના નામે કેપ્ટન તરીકે ટેસ્ટમાં 5 બેવડી સદી લગાવવાનો રેકોર્ડ છે. આટલું જ નહીં વર્લ્ડ ક્રિકેટના મહાન બેટ્સમેન રહેલા સર ડોન બ્રેડમેનને પણ પાછળ છોડી દીધા છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ નાગપુરમાં ત્રીજા દિવસે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પાંચમી ડબલ સેન્ચુરી ફટકારી હતી. આ દરમિયના તેણે એક એવું કામ કર્યું જે આજ સુધી કોઈ કરી શક્યું ન હતું. કોહલીએ ત્રીજા દિવસે 54 રનથી રમવાનું શરૂ કર્યું હતું. અને સૌથી પહેલા 19મી ટેસ્ટ સેન્ચુરી પુરી કરી અને એક કેલેન્ડર યરમાં કેપ્ટન તરીકે સૌથી વધારે સદી ફટકારવાના મામલે રિકી પોન્ટિંગ અને ગ્રેમ સ્મિથને પાછળ છોડી દીધા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -