Katrina Kaif Wedding : બૉલીવુડના સૌથી હૉટ કપલ માનુ એક વિક્કી કૌશલ અને કેટરીના કૈફ બહુ જલ્દી લગ્નના બંધનથી બંધાઇ જશે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો વિક્કી અને કેટરીના લગ્નની વિધિ કાલથી એટલે કે 7 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. ગઇ રાત્રે જ વિક્કી કૌશલની થનારી દુલ્હનને એક્ટરના ઘરમાં એન્ટ્રી કરતા સ્પૉટ કરવામા આવી હતી, પરંતુ તમને ખબર છે આ બન્ને કયા ધર્મના છે અને કયા ધર્મની વિધિ અનુસાર બન્ને લગ્નગ્રંથીથી જોડાશે. જાણો...... 


ઇન્ટરનેટ પરથી માહિતી પ્રમાણે, 38 વર્ષીય બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કેટરીના કૈફ મૂળ ઇસ્લામ ધર્મની છે. તેનો મૂળ ધર્મ ઇસ્લામ છે અને તેનો જન્મ બ્રિટિશ હોંગકોંગમાં થયો હતો. તેના પિતાનુ નામ મોહમ્મદ કૈફ છે જે એક બ્રિટિશ બિઝનેસમેન છે, અને માતા સુજાન તુકોર્ટે મૂળ હોંગકોંગની છે અને ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેના પરિવાર અનુસાર, કૈટરીના કૈફને તમામ ધર્મોનુ પાલન કરવા માટે લાવવામાં આવી હતી, તેમનુ માનવુ છે કે, ઇશ્વરમાં દ્રઢ આસ્તિક છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે, અભિનેત્રી કેટરીના કૈફ (38 વર્ષીય) પોતાની ફિલ્મોના રિલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિર, માઉન્ટ મેરી ચર્ચ અને સૂફી દરગાહ અજમેર શરીફ દરગાહ જાય છે. કેટરીના ફેમિલી વિશે વાત કરીએ તો કેટરીના કૈફને એક ભાઇ છે જેનુ નામ માઇકલ કૈફ છે. બહેનોની વાત કરીએ તો સ્ટેફની, ક્રિસ્ટીન, નતાશા મેલિસા, સોનિયા અને ઇસાબેલ એમ છ બહેનો છે. જ્યારે વિક્કી કૌશલની (33 વર્ષીય) વાત કરીએ તો વિક્કી કૌશલ મૂળ મુંબઇનો રહેવાસી છે, અને હિન્દી બ્રાહ્રણ જ્ઞાતિનો છે. 


વિક્કી અને કેટરીનાના લગ્ન હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે પંજાબી શૈલીમાં થવાના છે. બન્ને પરિવારો માટે રાજી છે, અને તેના માટેની તૈયારીઓ પણ પુરી કરી દેવામાં આવી છે. 


હવે આજે એવુ લાગી રહ્યું છે કે કેટરીના કૈફની ફેમિલી તેના લગ્ન માટે રાજસ્થાન નીકળવા માટે પુરેપુરી રીતે તૈયાર છે. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક્ટ્રસેના સ્ટાફ મેમ્બર્સ સામાનને તેની કારમાં મુકતા દેખાઇ રહ્યાં છે. જેને જોયા બાદ એ કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે કેટરીના કૈફ અને તેના પરિવાર હવે ગમે તે સમયે રાજસ્થાન માટે રવાના થઇ શકે છે. 


વીડિયોમાં જોઇ શકાય છે કે કેટરીના કૈફ (Katrina Kaif)ના 4 સ્ટાફ મેમ્બર તેનો અને પરિવારજનોનો સામાન કારમાં લૉડ કરી કરતાં દેખાઇ રહ્યાં છે. ઘણીબધી સૂટકેસ અને બેગ કારની અંદર મુકતા દેખાઇ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજસ્થાનના સવાઇ માદોપુરના સિક્સ સેન્સમાં 7 ડિસેમ્બરથી વેડિંગ સેરેમની શરૂ થઇ જશે, જે 9 ડિસેમ્બર સુધી ચાલશે. 


રિપોર્ટ્સનુ માનીએ તો દુલ્હો અને દુલ્હન જયપુર પહોંચશે. ત્યારબાદ ત્યાંથી હેલિકૉપ્ટર દ્વારા રિસોર્ટ જશે. આવુ મીડિયાથી બચવા માટે કરવામાં આવશે. 


એટલુ જ નહીં પરંતુ રિસોર્ટની બહારની સિક્યૂરિટીને વધારી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટનુ માનીએ તો 9 ડિસેમ્બરે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ (Vicky Kaushal And Katrina Kaif) સાત ફેરા લઇને હંમેશા માટે એકબીજાના થઇ જશે. વેડિંગ સેરેમનીની શરૂઆત સંગીત અને મહેંદી સેરેમનીથી થશે. વળી, ફેન્સ આ કપલના લગ્નની તસવીરો જોવા માટે પણ ખુબ ઉતાવળીયા થયા છે. જોકે હજુ સુધી વિક્કી કૌશલ અને કેટરીના કૈફ દ્વારા ઓફિશિયલી રીતે કોઇપણ જાહેરાત કરવામાં આવી નથી.