નવી દિલ્હીઃ બિગ બોસ 13માં ધમાલ થવાની છે. તેનું ખાસ કારણ એ પણ છે કે આ વખતે રિયાલિટી શોમાં સેલેબ્રિટી જ જોવા મળશે. કોમનર્સને સીઝન 13માં એન્ટ્રી નહીં આપવામાં આવે. બિગ બોસ 13માં ભજન સમ્રાટ અનૂપ જલોટા પણ જોવા મળશે. તેની પુષ્ટિ ખુદ તેમણે એક ઇન્ટરવ્યૂમાં કરી છે.



એક વેબસાઈટને હાલમાં જ આપેલ ઇન્ટરવ્યૂમાં અનૂપ જલોટાએ બિગ બોસ 13ને સલમાન ખાન સાથે હોસ્ટ કરવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું- હું બિગ બોસના ઘરમાં જઈ રહ્યો છું. હું સલમાન ખાનની સાથે સો પણ કો હોસ્ટ કરી શકું છું.

આ પહેલા પણ ભજન સમ્રાટ બિગ બોસ 13માં આવવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા હતા. એક ઈવેન્ટમાં તેમણે કહ્યું હતું, હું છેલ્લી સીઝનમાં હોલિડે મનાવવા અને રિલેક્સ કરવા માટે શોમાં ગયો હતો. હવે હું બિગ બોસ 13માં પણ જઈ રહ્યો છું.



છેલ્લી સીઝનમાં અનૂપ જલોટા શોમાં પોતાની શિષ્યા જસલીન મથારુંની સાથે ગયો હતો. બન્નેના રિલેશન પર ઘણાં સવાલ પણ ઉઠ્યા હતા. જોકે સીઝન 13માં વિચિત્ર જોડી કોન્સેપ્ટ રાખવામાં આવ્યો નથી. જ્યારે અનૂપ જલોટાને પૂછવામાં આવ્યું કે તે આ વર્ષે કોની સાથે શોમાં જવા ઈચ્છશે? જવાબમાં અનૂપ જલોટાએ કેટરીના કૈફનું નામ આપ્યું.