Sunidhi On Arijit Singh: અરિજીત સિંહ આજે બોલિવૂડના ટોચના ગાયકોમાં સામેલ છે. તેણે છેલ્લા દાયકામાં તેના અવાજ અને ચાર્ટ-ટોપિંગ હિટ સાથે લાખો ચાહકોને જીતી લીધા છે.અરિજીતના ગીતો વાગતાની સાથે જ બધા નાચવા લાગે છે. અરિજિતની જબરદસ્ત લોકપ્રિયતા અને સફળતા પાછળનું કારણ શું છે. સિંગર સુનિધિ ચૌહાણના મતે તેની સફળતા. તેમનું સંપૂર્ણ ડેડિકેશન છે.


સુનિધિએ અરિજીતના વખાણ કર્યા


હકીકતમાં, રાજ શમાનીના પોડકાસ્ટ પર તાજેતરની વાતચીતમાં, સુનિધિ ચૌહાણે સંગીત પ્રત્યે અરિજિત સિંહના અનન્ય અભિગમની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન પણ, જ્યાં તે હજારો ચાહકોથી ઘેરાયેલો હોય છે,  ત્યારે પણ અરિજિત ખૂબ જ મસ્ત રહે છે અને એવું લાગે છે કે તે આરામથી ઘરે છે, તેના સંગીતમાં સંપૂર્ણપણે મગ્ન છે. ભીડને ધ્યાનમાં લીધા વિના તે ફક્ત તેના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.






સુનિધિએ અરજિતને એક વિદ્યાર્થી ગણાવ્યાં


સુનિધીએ  તેમના જુનિયર, અરિજિતનો "વિદ્યાર્થી" તરીકે ઉલ્લેખ કર્યો અને કહ્યું કે,” તે પોતાની જાતને ઘણી શૈલીઓ અને અન્ય ગાયકો સાથે અનુકૂળ કરી શકે છે. તે તેમન મોટી ક્વોલિટી છે” સુનિધિએ કહ્યું કહ્યું, “સિંગર સામાન્ય રીતે જોનરને બદલવા માટે જોનરમાં બદલાવ કરે છે સામાન્ય રીતે અરજિત એવું નથી કરતા.


સુનિધિએ કહ્યું કે, અરિજીત પોતાને પ્રેમ નથી કરતો


સુનિધિએ વધુમાં ઉમેર્યું, "મને લાગે છે કે, તે પોતાને પૂરતો પ્રેમ નથી કરતો, તેથી જ તે જે કરી રહ્યો છે તે કરવા સક્ષમ છે. તે એક વિદ્યાર્થી છે, તેને નથી લાગતું કે તે અરિજિત સિંહ છે. તે પોતે છે. તેણે ઉમેર્યું કે અરિજિત એક "કૂલ  વ્યક્તિ છે અને તે ઘણીવાર "અન્ય ગાયકોને સાંભળવાનું પસંદ કરે છે અને તેને જે ગમતું હોય તે પ્રમાણે સ્વીકારવાનું પસંદ કરે છે. તેમના વિશે વિગતે વાત કરતાં સુનિધિએ કહ્યું કે, પછી ભલે તે દિવંગત લિજેન્ડ હોય, લતા મંગેશકર હોય, કિશોર કુમાર હોય કે કોઈ નવો કલાકાર હોય, ઝાલિમા સિંગર તેના મ્યુઝિક કોન્સર્ટમાં અવારનવાર બીજાના ગીતો ગાય છે. અને પ્રેક્ષકો તેમને સાંભળવા માંગે છે.






અરિજિતે તબીબી કારણોસર યુકે કોન્સર્ટ મુલતવી રાખ્યો


તમને જણાવી દઈએ કે, અરિજિત સિંહે હાલમાં જ “તબીબી કારણોસર” તેમનો UK પ્રવાસ સ્થગિત કર્યો છે. જે કોન્સર્ટ ઓગસ્ટમાં યોજાવાની હતી તે હવે આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાશે. તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, અરિજિતે તેના ચાહકોની માફી પણ માંગી હતી જેમણે તેના શો માટે ટિકિટ ખરીદી હતી. તેમણે કહ્યું કે હાલની ટિકિટો આવતા મહિને માન્ય રહેશે.