ગાંધીનગર: ગાંધીનગર LCB પોલીસે  માણસા તાલુકાના લોદરા ગામની બાઇક ચોર ગેંગના ત્રણ શખ્સોને ચોરાયેલા 18 બાઇક સાથે ઝડપી લીધા છે.  આરોપીઓ ગાંધીનગર રેન્જના જિલ્લાઓમાંથી ટુવ્હીલરની ચોરી કરતા હોવાની વિગતો  સામે આવી છે.   LCB પોલીસે ચોરાયેલા 18 બાઇક સાથે 7 લાખ 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. 


આરોપીઓ છેલ્લા દોઢ વર્ષથી બાઇક ચોરીના ગુન્હાને અંજામ આપી રહ્યા હતા.  LCB પોલીસે આરોપી નવદીપસિંહ,  અશોકસિંહ રાઠોડ, પુરમસિંહ લક્ષ્મસિંહ ચૌહાણ, વીરેન્દ્રસિંહ ગોપલસિંહ રાઠોડની  ધરપકડ કરી છે.  




અમદાવાદ, સાબરકાંઠા, માણસા, ગાંધીનગર તાલુકામાંથી બાઇક ચોરીઓ કરી હોવાની વિગતો સામે આવી છે.  LCB પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવશે કે આ ગેંગ દ્વારા ક્યાં સ્થળો પરથી બાઈકની ચોરી કરવામાં આવી છે. 


અમદાવાદની હૉટલમાંથી પકડાયુ મોટુ સેક્સ રેકેટ, વિદેશી યુવતીઓ સાથે એજન્ટો અને ગ્રાહકો પકડાયા


અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તાજેતરમાં પોલીસની સીઆઇડી ક્રાઇમની ટીમે એક મોટી કાર્યવાહી કરી છે જેમાં મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદની 35 જેટલી હૉટલોમાંથી સેક્સ રેકેટ પકડાયુ છે, જેમાં સ્પાની આડમાં એજન્ટો વિદેશી યુવતીઓ દેહવ્યાપાર કરાવી રહ્યાં હતા. આ સેક્સ રેકેટમાં 4 એજન્ટો સાથે 17 જેટલો ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. 


અમદાવાદની હૉટલોમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પોલીસની સીઆઇડી ક્રાઇમ ટીમો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. સીઆઇડી ક્રાઇમની ટીમે અચાનક દરોડાની કાર્યવાહી કરતાં શહેરની 35 હૉટલ્સમાં સ્પાની આડમાં દેહવ્યાપાર ધંધો થઇ રહ્યો હોવાનો ખુલાસો કર્યો છે. સીઆઇડીની ટીમે કાર્યવાહી દરમિયાન ડમી ગ્રાહકને આ હૉટલોમાં મોકલ્યો અને બાદમાં સ્પા-હૉટલમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન હૉટલોમાંથી 13 વિદેશી મહિલાઓ, એક ટ્રાન્સજેન્ડર સહિત 52 મહિલાઓને મુક્ત કરાવી હતી. ખાસ વાત છે કે, શહેરની જાણીતી વિવાન્તા, રમાડા જેવી હૉટલમાં પણ દરોડાની કાર્યવાહી કરાઇ છે. આ સેક્સ રેકેટમાં ફિલિપાઈન્સની 3 મહિલા, યુગાન્ડાની 8 મહિલા, ઉઝબેકિસ્તાનની મહિલાઓ મળી હતી. આ ઉપરાંત આ સેક્સ રેકેટમાં ધકેલાયેલી 8 ગુજરાતી સહિત કુલ 39 ભારતીય યુવતીઓ પણ અહીંથી મળી હતી. પોલીસે આ કેસમાં 4 એજન્ટો અને 17 ગ્રાહકો રંગેહાથે ઝડપી પાડ્યા હતા.