બોલિવૂડ:લગભગ 10 વર્ષ પહેલા બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપડાનું નામ ખૂબ ચર્ચામાં હતું વર્ષ 2009માં ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજની ફિલ્મ રિલીઝ થઇ હતી.  આ ફિલ્મનું નામ હતું કમીને,  આ ફિલ્મમાં શાહિદ કપૂર, પ્રિયંકા ચોપડા લીડ રોલમાં હતા. આ સમય દરમિયાન શાહિદ કપૂર અને પ્રિયંકાના અફેરની ચર્ચા પૂરજોશમાં હતી. બંનેના ઘર પણ નજીકમાં જ હતા. આ સિવાય અનેક પાર્ટીમાં પણ બંને સાથે જોવા મળતા હતા. બંનેના અફેરની ચર્ચા માટે આ પુરાવા કાફી હતા.



આ સમયે એક દિવસ પ્રિયંકા ચોપડાના ઘરે ઇન્કમ ટેક્સની રેડ પડી હતી. સવારે સાત વાગ્યે ઇન્કમ ટેક્સના કર્મી તેમના ઘરે પહોંચ્યાં હતા. આ સમયે પ્રિયંકા તેમના ઘરે એકલી જ રહેતી હતી અને ઇન્કમ ટેક્સની ટીમને જોઇને ગભરાઇ ગઇ હતી. આ સમયે પ્રિયંકાએ શાહિદને મદદ માટે ફોન કર્યો હતો. આ સમયે વિલંબ કર્યા વિના નાઇટશૂટમાં જ શાહિદ પીસીના ઘરે પહોંચ્યા હતો.



 


પ્રિયંકા ચોપડાની ઘરે ઇન્કમ ટેક્સની રેડ પડી છે, આ વાત મીડિયા માટે પણ બહુ મોટી હતી. માત્ર એક કલાકમાં જ આ સમાચાર દેશભરમાં ફેલાઇ ગયા હતા. આ સમયે ઇન્કમ ટેક્સની ટીમને પ્રિયંકાના ઘરેથી કેટલી રોકડ અને કેટલી જ્વેલરી મળી હતી તે વિશે ચર્ચા બહુ ઓછી થઇ હતી પરંતુ એ સવાલ ચોક્કસ ઉઠ્યો હતો કે, સવાર-સવારમાં નાઇટ શૂટમાં શાહિદ કપૂર પ્રિયંકા ચોપડાના ઘરે શું કરતો હતો? જો કે આ મુદ્દે પ્રિયંકા ચોપડા અને શાહિદ કપૂરે ક્યારેય કોઇ સ્પષ્ટતા નથી કરી.