ભરૂચઃ અંકલેશ્વર તાલુકાના તરીયા ગામે  એક યુવતીના બે પ્રેમીઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. બે મિત્રો વચ્ચે આવેલી યુવતીના કારણે એક મિત્રએ બીજાને મોતને ઘાટ ઉતાર્યો હતો. યુવતીના વર્તમાન પ્રેમી તથા તેના 5 સાથીદારોએ મળી યુવતીના પૂર્વ પ્રેમીને ધારીયાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસે તપાસ શરૂ કરી છે. 


Tharad : પતિએ પત્ની સામે જ કેનાલમાં કૂદીને કરી લીધો આપઘાત, પત્નીએ કહ્યું, 'મેં પકડ્યા પણ...'


થરાદઃ આજે થરાદની નર્મદામાં કેનાલમાં 29 વર્ષીય યુવતીએ 4 બાળકો સાથે ઝંપલાવ્યા પછી વધુ એક યુવકની આપઘાતની ઘટના સામે આવી છે. યુવકે પત્નીની નજર સામે જ કેનાલમાં કૂદીને આપઘાત કરી લેતાં પત્ની-બાળકે રોકકડ કરી મૂકી હતી. જેને કારણે વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. 


પરિણીતાએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, ગઈ કાલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ અંગે તેની નણંદને વાત કરતાં તેમણે પતિને ઘરે લઈને આવવા કહ્યું હતું. એટલે મેં કહ્યું હું આવું. બસ એટલું કહેતા તેઓ ડાયરેક્ટ અંદર પડ્યા. મેં પકડ્યા પણ મારાથી પકડ્યા ન રહ્યા. આમ, પતિએ પત્નીનો હાથ છોડાવીને કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. 


Banaskantha: 29 વર્ષીય યુવતીએ 4 બાળકો સાથે કેનાલમાં લાગવી મોતની છલાંગ, 3નાં મોતથી અરેરાટી


બનાસકાંઠાઃ થરાદની નર્મદાકેનાલમાં આપઘાતનો સિલસિલો યથાવત છે. 29 વર્ષીય યુવતીએ ચાર બાળકો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. પાંચ લોકોમાંથી બે બાળકોને જીવિત બહાર કાઢ્યા છે, જ્યારે યુવતી સાથે બે બાળકોના મોત નીપજ્યા છે. 


જોકે, કેનાલમાં કૂદીને આપઘાત કરવાનું કારણ અકબંધ બંધ છે. સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીએ જોખમ વ્હોરીને કેનાલમાં ડૂબકી લગાવી બે દીકરીને બચાવી લીધી હતી. આપઘાત કરનાર યુવતી વાવ તાલુકાના ચોથર નેસડાની છે તેમજ મૃતક યુવતીનું નામ દીવાળીબેન ખોડાભાઈ પરમાર છે. થરાદ ફાઇટરની ટિમ ઘટના સ્થળે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.