બિગ બોસ વિનર રૂબીનાનું કોની સાથે હતું અફેર? લગ્નની છેલ્લી ઘડીએ એવું શું થયું કે એક્ટ્રેસનું તૂટી ગયું દિલ

બિગ બોસ વિનર રૂબીના દિલૈક એક ટીવી એક્ટરના ગાઢ પ્રેમમાં હતી. જો કે દુલ્હન બનવાના સપના જોતી રૂબીનાનું દિલ એક હકીકત જાણીને તૂટી ગયું હતું. તે બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં સરી પડી હતી. શું બની હતી ઘટના જાણીએ

Continues below advertisement
બિગ બોસ  સિઝન14ની વિનર રૂબીના દિલૈક શોમાં શાનદાર પર્ફોમ કરીને બાજી મારી લીધી. જે રીતે બિગ બોસના ઘરમાં રૂબિના માટે ટકી રહેવું સહેલું ન હતું તેવી જ રીતે તેમણે રિયલ લાઇફમાં પણ બહુ ચઢાવ ઉતાર જોયા છે.  રૂબિનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બ્રેકઅપ બાદ મારી જિંદગીની દિશા અને દશા બદલાઇ ગઇ રૂબિના સચદેવે ટીવીની દુનિયામાં ‘છોટી બહુ’થી ડેબ્યૂ કર્યું હતું. જે સમયે રૂબીનાએ આ શો માટે ઓડિશન આપ્યું તે સમયે તે IAS  બનાવવા માટે એક્ઝામી તૈયારી કરી રહી છે.  છોટી બહુ બાદ તેમણે અનેક ટીવી શોમાં કામ કર્યું. ‘બનુ મેં તેરી દુલ્હન,  પવિત્ર રિસ્તા, છોટી બહુ પાર્ટ-2, સાસ બિના સસુરાલ, સહિતના અનેક શોમાં કામ કર્યું. છોટી બહુના સેટ પર રૂબીનાની મુલાકાત અવિનાશ સચદેવ સાથે થઇ હતી. એક વખત આઉટ ડોર શૂટ દરમિયાન બંનેની નિકટતા વધી બંનેએ પર્સલન લાઇફ અને ફેમિલી વિશેની વાતો આ સમય દરમિયાન શેર કરી હતી. શો છોટી બહુના સેટ પર કામ કરતા-કરતા બંને ગાઢ મિત્રો બની ગયા હતા. રૂબીનાએ તેમના પહેલા પ્રેમની વાત કરતા જણાવ્યું હતું કે, તે સમયે બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતા. આ સમયે બંનેની રિલેશનશિપની ચર્ચા પણ સોશિયલ મીડિયા પર ખૂબ થતી હતી. આ સમયે અવિનાશે પણ રૂબીના વિશે તેમના દાદાને વાત કરી હતી. રૂબીના દિલૈકની જિંદગીમાં આ ઘટના બાદ મોટો વળાંક આવ્યો હતો. અચાનક આ સંબંઘમાં ત્રીજી વ્યક્તિ આવી ગઇ. રૂબીનાને જાણ થઇ કે અવિનાશ સચદેવ અન્ય ટીવી એક્ટ્રેસના રિલેશનશિપમાં છે. આ જાણીને રૂબીનાનું હાર્ટ બ્રેક થઇ ગયું. જો કે આ ઘટનામાંથી તે હિંમતપૂર્વક બહાર આવી અને તેમણે જિંદગીમાં પ્રેમને બીજો મોકો આપતા અભિનવ શુક્લા સાથે 2018માં શિમલામાં લગ્ન કરી લીધા. રૂબીનાએ બ્રેકઅપ બાદની સ્થિતિ વિશે એક ઇન્ટરવ્યુમાં વાત કરતા જણાવ્યું હતું કે, “મારી જિંદગીનો આ સૌથી ખરાબ સમય હતો. જો કે એ મારા માટે વરદાનરૂપ પણ નિવડ્યો કારણ કે આ આઘાત બાદ હું વધુ મજબૂત મહિલા બનીને બહાર આવી”. તેમણે જણાવ્યું હતું કે, “તે સમયે આક્રોશ હતો, વિલાપ હતો, અને પીડા હતી.  દિવસો સુધી હું મારી જાતને રૂમમાં બંધ કરી દીધી હતી પરંતુ આ બધાના કારણે હું વધુ મજબૂત બની” રૂબીનાએ અભિનલ શુક્લા સાથે લગ્ન કર્યાં બાદ જણાવ્યું હતું કે, “બ્રેકઅપ મારા માટે આશીર્વાદ સમાન સાબિત થયું. જો આ ઘટના ન ઘટી હોત તો હું એક સુંદર સંબંધના અહેસાસથી હંમેશા વંચિત રહી જાત” "
Continues below advertisement
Sponsored Links by Taboola