આ સિઝનમાં રુબીના દિલાઈક પ્રથમ દિવસથી શ્રેષ્ઠ ગેમ રમતી જોવા મળી હતી. તેણે ઘરના દરેક મુદ્દા પર ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો અને શરૂઆતથી તેના વ્યક્તિત્વને જોઈને એક મજબૂત દાવેદાર માનવામાં આવતી હતી. તે કોઈપણ મુદ્દા પર કોઈ ખચકાટ કર્યા વગર પોતાનો અભિપ્રાય આપતી હતી.
બિગ બોસના ઘરમાં રૂબીના દિલાઇકની મુસાફરી ખૂબ જ શાનદાર હતી. તેણે પતિ અભિનવ શુક્લા સાથે ઘરમાં એન્ટ્રી લીધી હતી ત્યારે કોઈને ખબર ન હોતી કે તેના અને અભિનવ વચ્ચેના સંબંધ નિર્ણાયક મોડ પર છે. પરંતુ ઘરની અંદર જ્યારે તેણે પોતાની પર્સનલ લાઇફ વિશે વાત જાહેર કરી તો દરેક આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રૂબીના અને અભિનવના કહેવા મુજબ બિગ બોસના ઘરમાં આવ્યા બાદ બંને એકબીજાની વધુ નજીક આવ્યા અને હવે તેમનો સંબંધ ઘણો સુધરી ચુક્યો છે.
દર્શકોને રૂબીના દિલાઈકની યાત્રા ઘરની અંદર જેટલી આનંદક લાગી હતી તેટલી જ તેના માટે મુશ્કેલ હતી.. કારણ કે શો દરમિયાન સ્પર્ધકોએ તેના પર ઘણી આંગળીઓ ચિંધી હતી. ખાસ કરીને દર વખતે રાહુલ વૈદ્ય સાથે તેની દલીલો થતી હતી. ઘરમાં તેનો સૌથી મોટો ઝઘડો રાહુલ વૈદ્ય સાથે થયો હતો અને ફાઇનલમાં બંને વચ્ચે જોરદાર લડત જોવા મળી હતી. પરંતુ તમામ આક્ષેપોને બાજુએ મુકીને રૂબીનાએ જીતનો ડંકો વગાડ્યો હતો.
રાશિફળ 22 ફેબ્રુઆરીઃ આજે આ રાશિના જાતકોનો નોકરી-ધંધામાં આવી શકે છે મુશ્કેલી, જાણો તમામ રાશિનું રાશિફળ