Ismail Darbar AR Rahman Controversy: ઓસ્કાર એવોર્ડ સમારોહ 2023માં ભારતીય ફિલ્મોની ખૂબ ચર્ચા થઈ હતી. RRR ના નાટુ નાટુ અને ધ એલિફન્ટ વ્હીસ્પર્સ ગીતોએ એક-એક ઓસ્કાર જીત્યો હતો. આ મોટી જીતને કારણે ફરી એકવાર સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. આ પહેલા મ્યુઝિક કંપોઝર એઆર રહેમાન 2009માં રીલિઝ થયેલી ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર માટે ઓસ્કાર એવોર્ડ જીતી ચૂક્યા હતા. પરંતુ તે સમયે ઘણો હોબાળો થયો હતો. ઈસ્માઈલ દરબારે આરોપ લગાવ્યો હતો કે રહેમાને પૈસા આપીને ઓસ્કાર એવોર્ડ ખરીદ્યો હતો. તેણે અનેક ઈન્ટરવ્યુમાં આ નિવેદન આપ્યું હતું.


મને એ આર રહેમાનથી નારાજગી હતી


તરણ આદર્શ સાથેની મુલાકાત દરમિયાન ઈસ્માઈલ દરબારને પૂછવામાં આવ્યું હતું કે તેણે એઆર રહેમાન પર ઓસ્કાર ખરીદવાનો આરોપ લગાવ્યો હતો? તો તેના જવાબમાં સંગીતકારે કહ્યું હતું કે, જો હું બોલ્યો તો બોલ્યો છું. જ્યારથી રહેમાનનો પીઆર દેખ્યો છે અને તેને મ્યુઝિકથી દૂર જતો જોયો છે ત્યારથી મને તેનાથી ચિઢ થઈ ગઈ છે. પહેલા મને તે ગમતો હતો કેમ કે મને લાગતું હતું કે આ વ્યકિતમાં કૈંક દમ છે. કૈંક અલગ વિચારે છે. પરંતુ જ્યારે એ ખબર પડી કે તે પીઆરમાં લાગી પડ્યો છે કે કઈ રીતે ઓસ્કાર મળવો જોઈએ? કેવી રીતે ગ્રેમી મેળવી શકાય? આના સિવાય તેને કઈ બીજું સમજમાં જ નથી આવી રહ્યું. અને તેના કામમાં પણ અસર વર્તાવા લાગી


તમારા કામ સાથે અપ્રમાણિક ન બનો


ઈસ્માઈલ દરબારે વધુમાં જણાવ્યું હતું કે, જે કામ માટે ઈશ્વરે તમને મોકલ્યા છે, જે કામ માટે દુનિયા તમને પ્રેમ કરે છે. એ કામ સાથે બેઈમાની ના કરો. મારો સંદેશ તેના સુધી આ રીતે જ પહોંચી શકે. જો હું તેને ફોન કરીને કહું તો તે સાંભળશે નહીં. તે સારી રીતે જાણે છે કે તેને કયા ગીત માટે ઓસ્કાર મળ્યો છે, તે સારી રીતે જાણે છે કે હું શું કહેવા માંગુ છું. રહેમાન એક પ્રતિભાશાળી માણસ છે અને તેણે પોતાના કામ પર વધુ ધ્યાન આપવું જોઈએ. આટલા પૈસા કમાયા પછી શું કરશો? તમને જેટલી ભૂખ લાગશે એટલું જ ખાશો


એઆર રહેમાનને બે ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા


એ જાણીતું છે કે એઆર રહેમાને ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર માટે બેસ્ટ ઓરિજિનલ સોંગ અને બેસ્ટ ઓરિજિનલ સ્કોર માટે બે ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મ ડેની બોયલે ડિરેક્ટ કરી હતી.