પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો આ કપલ સપ્ટેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. લગ્ન પહેલા બંને ભોલે બાબાના દર્શન કરવા ઉજ્જૈન મહાકાલ મંદિર પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકો બંનેની નિંદા કરી રહ્યા છે. વાસ્તવમાં, એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંનેને ચપ્પલ પહેરીને મંદિર પરિસરમાં ફરતા જોવા મળી રહ્યા છે, જે લોકોને બિલકુલ પસંદ નથી આવ્યું. આ કારણે તે ટ્રોલ થયા છે.  એક યુઝર્સે લખ્યું કે, ચપ્પલ પહેલીને મંદિર કોણ જાય ? ઢોંગી,




પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા શનિવારે ભોલે બાબાના દર્શન કરવા મહાકાલ મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન પરિણીતીએ લાઇટ પિંક કલરની સાડી પહેરી હતી. જ્યારે રાઘવ પીળી ધોતી અને લાલ ઉપવસ્ત્રમાં જોવા મળ્યો હતો .. બંનેએ ભગવાન શંકરના દર્શન કર્યા, પૂજા અર્ચના કરી અને મહાઆરતીમાં ભાગ લીધો. પરંતુ તેણે એક મોટી ભૂલ કરી અને મંદિરના પગથિયા ઉપરની બાજુ પણ ચપ્પલ  પહેરીને ફરતા જોવા મળ્યા હતા.જેના લોકો વિરોધ કરી રહ્યાં છે.  સોશિયલ મીડિયા પર તેનો વિરોધ થઇ રહ્યો છે.યુઝર્સ કહી રહ્યાં છે કે, તેમને હિંદુ મંદિરમાં ચપ્પલ સાથે પ્રવેશ કેમ મળ્યો.  મંદિર પરિસરમાં ચપ્પલ પહેરવાની મંજૂરી નથી. નિયમો સામાન્ય લોકો માટે જ છે?? આ બેશરમ કોણ છે?




પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. આ કપલ 25 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. બંનેના ભવ્ય લગ્ન રાજસ્થાનમાં થશે. બંનેના પરિવારે  લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લગ્ન બાદ ગુરુગ્રામમાં વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં દિલ્હીમાં બંનેની સગાઈનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકારણીઓ અને અભિનેતાઓ સહિત અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિણીતી લગ્ન પહેલા તેની ફિલ્મ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યુનું શૂટિંગ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે.


આ  પણ વાંચો


Chandrayaan 3: ચંદ્રયાન-3 માટે આગામી 13થી 14 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ, જાણો કેમ?


Rajkot: સૌરાષ્ટ્ર ભાજપના કયા દિગ્ગજ નેતાને સી.આર.પાટીલે ફટકારી શિસ્તભંગની નોટિસ ? જાણો શું છે મામલો


IPOs Next Week: રૂપિયા રોકવા રહો તૈયાર, આગામી સપ્તાહે આવી રહ્યા છે આ કંપનીના આઈપીઓ


Cashew Effect: કાજુનું સેવન વજન વધારતું નથી પરંતુ ઘટાડે છે બસ આ રીતે કરો સેવન