સલમાનની આટલી ગર્લફ્રેન્ડ્ઝ હોવા છતાં શા માટે ન કર્યા લગ્ન? પિતા સલીમ ખાને કર્યો’તો ખુલાસો...
52 વર્ષીય સલમાન ખાનના લગ્ન ક્યારે થશે? આ સવાલનો જવાબ તેના ફેન્સ અને મીડિયાની વચ્ચે ઘણીવાર ચર્ચામાં રહે છે. શું તમે જાણો છો કે, સલમાન ખાનની જેમ તેની મોટાભાગની ગર્લફ્રેન્ડ્ઝ સિંગલ લાઈફ જ જીવી રહી છે. જેમાંથી અમુકે લગ્ન કર્યા જ નથી, તો ઘણા લગ્ન બાદ છૂટાછેડા થઈ ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઐશ્વર્યા રાય જ સલમાનની એવી પૂર્વ ગર્લફ્રેન્ડ છે, જે હેપ્પી મેરિડ લાઈફને એન્જોય કરી રહી છે. આ પેકેજમાં અમે તમારી સમક્ષ સલમાનની અન્ય Ex- ગર્લફ્રેન્ડ્સ વિશે જણાવી રહ્યાં છીએ.
2009માં ફરાહ ખાનના શો ‘તેરે મેરે બિચ મે’માં કહ્યું હતું કે, ‘સલમાનનું જેટલું પણ નુકસાન થયું છે, તે તેની માતાએ કર્યું છે’. સલીમ ખાને કહ્યું હતું કે,‘ક્યાંક ને ક્યાંક માતાઓની ભૂલની સજા બાળકોને ભોગવવી પડે છે.’ જોકે આ સમય સલીમ ખાન મજાકના મૂડમાં હતા. સલીમ ખાને કહ્યું હતું કે, સલામન પ્રેમ સાથે કામ કરનારી એક્ટ્રેસને કરે છે. પરંતુ તેમાં પોતાની માતાને શોધવા લાગે છે જે મળતી નથી. તેના જીવનમાં સમસ્યા અહીંથી જ આવે છે. પહેલા પસંદ એક્ટ્રેસ આવે છે અને પછી તેમાં પોતાની મધર શોધવાનો પ્રયાસ કરે છે.
મુંબઈઃ સલમાન ખાનના પિતા અને બોલિવૂડની અનેક યાદગાર ફિલ્મોના રાઈટર સલીમ ખાને 24 નવેમ્બરે પોતાનો 83મો બર્થડે ઉજવ્યો. સલીમ ખાને એક્ટર તરીકે તીસરી મંજિલ અને સરહદી લુટેરા, 1967માં દીવા અને 1977માં વફાદાર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. એક ચેક શોમાં સલમીન ખાને દીકરા સલમાન વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -