Tanvi Azmi On Wedding: બોલિવૂડમાં (Bollywood) એવી ઘણી અભિનેત્રીઓ (Actress) છે જેમણે અન્ય ધર્મના યુવક સાથે  લગ્ન (marriage) કર્યા છે અને તેના કારણે ઘણી વખત હોબાળો થાય છે. ઘણા વર્ષો પહેલા એક અભિનેત્રી સાથે આવું જ બન્યું હતું. જે પછી ઘણા લોકો તેની વિરુદ્ધ થઈ ગયા પરંતુ તેણે પોતાનો પ્રેમ છોડ્યો નહીં.  જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે છે, તે  તન્વી આઝમી. તન્વી એક બ્રાહ્મણ મહારાષ્ટ્રીયન છોકરી હતી. જેમણે બોલિવૂડમાં ઘણી શાનદાર ભૂમિકાઓ ભજવી છે. તન્વીએ હંમેશા મોટા પડદા પર મજબૂત ભૂમિકાઓ ભજવી છે. જેના કારણે તેને એક અલગ ઓળખ મળી છે. તન્વીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં પોતાના લગ્ન વિશે ખુલાસો કર્યો હતો.


તાજેતરમાં ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં તન્વીએ જણાવ્યું હતું કે, બાળપણમાં તે ખૂબ જ શાંત અને આજ્ઞાકારી બાળકી હતી પરંતુ તેના લોહીમાં વિદ્રોહ શરૂઆતથી જ હતો પરંતુ તે અંદરથી દબાયેલો હતો. જો કે, એક સમય એવો આવ્યો જ્યારે તે બળવાખોર બની ગઈ.


લગ્ન પછી બળવાખોર બની ગયો


તન્વીએ આગળ કહ્યું- 'જ્યારે મેં લગ્ન કર્યાં ત્યારે હું બળવાખોર બની ગઈ હતી. ઘણું બધું થયું હતું. મને લાગ્યું કે આખું મુંબઈ ગુસ્સે થઈ ગયું છે કારણ કે, એક બ્રાહ્મણ મહારાષ્ટ્રીયન છોકરીએ એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા હતા અને આ સમયે એવું લાગતું હતું. મારા માટે દુનિયાનો અંત આવી ગયો,


તમને જણાવી દઈએ કે,  તન્વીએ કૈફી આઝમીના પુત્ર બાબા આઝમી સાથે લગ્ન કર્યા હતા. શબાના આઝમી તેમની ભાભી છે. પરિવારમાં સ્થાયી થવા અંગે તન્વીએ કહ્યું- આવા પરિવારનો હિસ્સો બનવું ખૂબ જ સારું લાગે છે, જેને મને ક્યારેય નિરાશ નથી  કરી. તેમણે મને ક્યારેય એવું મહેસૂસ નથી કરાવ્યું કે, મારે એ લોકોએ જે હાંસલ કર્યું છે, જેને બીજાએ  હાંસલ કરવા માટે મારે જરૂરી છે.  આ મારી સફર છે, જ્યાં સુધી મને સારું કામ મળે ત્યાં સુધી હું મારી સફરથી ખુશ છું. મારું ધ્યાન અને ભાર એવા કામ કરવા પર છે જે મને પડકાર આપે છે. તેના પર મારું ધ્યાન ક્યારેય નથી જતુ કે  મારા પરિવારની આ વ્યક્તિએ આટલું કર્યું છે કે આટલું ન કર્યું.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તન્વી વેબ સિરીઝ દિલ દોસ્તી દિલેમામાં જોવા મળી છે. જેમાં તેણે દાદીની ભૂમિકા ભજવી હતી. આ સીરીઝ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવી છે.