Sunil Chhetri Retirement: ભારતીય ફૂટબોલ ટીમના (Indian Football Team) કેપ્ટન સુનીલ છેત્રીએ (Sunil Chhetri ) આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ (Sunil Chhetri Retirement) જાહેર કરી છે. તેણે કહ્યું કે તે તેની છેલ્લી મેચ 6 જૂને કુવૈત વિરૂદ્ધ રમશે. છેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયોમાં (Video) આ માહિતી આપી હતી. આ વીડિયોમાં કેપ્ટન સંન્યાસની જાહેરાત કરતાં ઇમૉશનલ (Emotional) થઇ રહ્યો છે. 







સુનીલ છેત્રીએ (Sunil Chhetri ) ગુરુવારે (16 મે) જાહેરાત કરી કે તે 6 જૂને કુવૈત સામે ફિફા વર્લ્ડકપ 2026 ક્વૉલિફાયર પછી આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિ લેશે.


છેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પૉસ્ટ કરેલા એક વીડિયો મેસેજ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. 39 વર્ષના સ્ટ્રાઈકર સુનીલ છેત્રીએ ભારતને ઘણી મહત્વપૂર્ણ મેચોમાં જીત અપાવી છે.


સુનીલે લગભગ 9 મિનિટના વીડિયોમાં નિવૃત્તિ લેવાના નિર્ણય વિશે જણાવ્યું. સુનીલે એક્સ પર શેર કરેલા આ વીડિયોમાં લખ્યું છે કે હું તમને કંઈક કહેવા માંગુ છું.


પાકિસ્તાન વિરૂદ્ધ રમી હતી પહેલી મેચ 
સુનીલ છેત્રીએ 12 જૂન 2005ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી. તેણે આ મેચમાં જ પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ પણ નોંધાવ્યો હતો. છેત્રીએ તેની શાનદાર કારકિર્દીમાં છ વખત AIFF પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. આ સિવાય તેમને 2011માં અર્જૂન એવોર્ડ અને 2019માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.


ભારતીય ટીમને રમવાની છે બે મહત્વની મેચો 
કુવૈત અને કતાર સામે ફિફા વર્લ્ડકપ 2026 અને AFC એશિયન કપ 2027 માટે પ્રારંભિક સંયુક્ત ક્વૉલિફિકેશનના બીજા તબક્કાની મેચો માટે તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ટીમ 6 જૂને કોલકાતામાં કુવૈત સામે ગ્રુપ Aની છેલ્લી બે મેચ રમ્યા બાદ 11 જૂને દોહામાં કતારનો સામનો કરશે. ભારત ચાર મેચમાં ચાર પોઈન્ટ સાથે ગ્રુપ ટેબલમાં બીજા ક્રમે છે. ગ્રુપમાં ટોચની બે ટીમો FIFA વર્લ્ડકપ ક્વૉલિફાયરના ત્રીજા રાઉન્ડ માટે ક્વૉલિફાય થશે અને AFC એશિયન કપ સાઉદી અરેબિયા 2027માં તેમનું સ્થાન બુક કરશે.