Anupamaa Viral Video:લોકપ્રિય ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ઉર્ફે અનુપમાનો એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને દરેક તેના વખાણ કરી રહ્યા છે. વાસ્તવમાં તાજેતરમાં રૂપાલી એક એવોર્ડ શોમાં પહોંચી હતી. આ દરમિયાન પીઢ પત્રકાર ચૈતન્ય પાદુકોણ સ્ટેજ પર હતા, તેમને જોયા બાદ રૂપાલીએ  તેમના ચરણ  સ્પર્શ કર્યો. રૂપાલીનો આ અંદાજ જોઇને ફેન્સ તેની પ્રશંસા કરી રહયાં છે  અને કહે છે કે,  સક્સેસે તેને બદલી  નથી દીધા. સફળતાએ  તેને બદલી નથી. ઇન્ટરનેટ પર રૂપાલીનો વીડિયો વાયરલ થયો છે.  


અનુપમાએ બધાની સામે પત્રકારનું સન્માન કર્યું




રૂપાલી ગાંગુલીનો આ વિડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે ઈન્ટરનેટ પર થોડી જ વારમાં વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોમાં રૂપાલી ગાંગુલી એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી, જ્યાં અભિનેત્રીએ વરિષ્ઠ પત્રકારને એવોર્ડથી સન્માનિત કર્યા હતા અને તે પછી અભિનેત્રીએ કંઈક એવું કર્યું જેણે સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા. એવોર્ડ આપ્યા બાદ રૂપાલી ગાંગુલીએ પત્રકારના ચરણ સ્પર્શ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળી રહ્યો છે અને ફેન્સ અભિનેત્રીની રીતભાતના વખાણ કરતા થાકતા નથી. યૂઝર્સ તેની પ્રશંસા પણ કરી રહ્યા છે કે સફળતાએ અભિનેત્રીને બિલકુલ બદલાવી નથી.


યુઝર્સે  ભરપેટ કર્યા વખાણ


સોશિયલ મીડિયા પર યુઝર્સ અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીની આ શાલીન અદાના વખાણ કરી રહ્યા છે. . આ અંગે એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, 'રુપાલી ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. અનિલ ગાંગુલીના ઘરે તેનો ઉછેર થયો હોવાથી સફળતાએ તેને બિલકુલ બદલી નથી. અન્ય એક યુઝરે લખ્યું, 'આ જ કારણ છે કે રૂપાલી ગાંગુલી એક સફળ અભિનેત્રી છે. તે હંમેશા જમીન સાથે જોડાયેલી રહે છે અને તેના મૂળને ક્યારેય ભૂલતી નથી. અન્ય એક યુઝરે લખ્યું, 'બહુ સારી રીતભાત, આજની અભિનેત્રીઓએ તેમની પાસેથી શીખવું જોઈએ'.


અનુપમા ટેલિવિઝનનો નંબર 1 શો છે


રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર સ્ટાર પ્લસ શો અનુપમા શરૂઆતથી જ દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. ટેલિવિઝન ટીઆરપીની દ્રષ્ટિએ, આ શો બિગ બોસ અને ખતરોં કે ખિલાડી જેવા મોટા રિયાલિટી શોને પાછળ છોડી દે છે. રાજન શાહીની આ સિરિયલમાં અનુપમા અને અનુજની જોડીને લોકો ખૂબ પસંદ કરે છે. દર સોમવારે બંને પોતાના ફેન્સ માટે 'માનડે'ની રીલ પણ બનાવે છે.


કોણ છે ચૈતન્ય પાદુકોણ?
ચૈતન્ય પાદુકોણ એન્ટરટેઇનમેન્ટ સેક્ટરના સિનિયર જર્નલિસ્ટ છે. ચૈતન્યે  આર ડી બર્મન પર એક બુક પણ લખી છે. સેલેબ્સ બોલિવૂડમાં હિટ જાય તે પહેલાં પોતાનો પહેલો ઇન્ટરવ્યૂ ચૈતન્ય પાદુકોણને આપવા આતૂર હોય  છે.