✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હિમેશ રેશમીયાએ ગુપચુુપ રીતે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે દુલ્હન સોનિયા કપૂર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 May 2018 12:47 PM (IST)
1

નોંધનીય છે કે, હિમેશ રેશમિયાએ જૂન 2017માં કોમલ સાથે ડિવોર્સ લીધા હતા. ત્યારે લોકોનું કહેવું હતું કે સોનિયાને કારણે હિમેશ રેશમીયાએ છૂટાછેડા લીધા છે.

2

તમને જાણીને હેરાની થશે કે હિમેશની પ્રથમ પત્ની કોમલે પોતાના ડિવોર્સ માટે ક્યારેય સોનિયાને જવાબદાર નથી ગણાવી કોમલે સોનિયા વિરૂદ્ધ એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો. તેનું કહેવું હતું કે, લગ્ન સોનિયાને કારણે નથી તૂટ્યા. તેના એક નિવેદન અનુસાર, આ મામલે કોઈને દોષ ન આપી શકાય. અમારા લગ્ન કમ્પેટિબિલિટીને કારણે ન ટકી શક્યા. સોનિયા આ બધા માટે જવાબદાર નથી અને મારો દીકરો અને પરિવાર સોનિયાને પરિવારના સભ્ય તરીકે પ્રેમ કરીએ છીએ.

3

સોનિયાને સૌથી વધારે સીરિયલ ‘કિટ્ટી પાર્ટી’માં નિભાવાવમાં આવેલ ભૂમિકા રુખસાના માટે ઓળખવામાં આવે છે. સીલિયલ્સ ઉપરાંત સોનિયાએ ફરેબ, સત્તા, કાર્બન અને ઓફિસર જેવી ફિલ્મમાં પણ નાની મોટી ભૂમિકા ભજવી છે. જોકે વિતેલા ઘણાં વર્ષોથી તેની પાસે કોઈ કામ નથી પરંતુ તેના નામનો ઉલ્લેખ હિમેશ રેશમિયાની ગર્લફ્રેન્ડ તરીકે ચોક્કસ કરવામાં આવે છે.

4

આમ તો હિમેશની પત્ની સોનાય ખુદ પણ એક્ટર છે પરંતુ છેલ્લા થોડા સમયથી હિમેશ રેશમિયાના કારણે તે ચર્ચામાં રહી છે. સોનિયાએ અનેક ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. તેણે ‘કિટ્ટી પાર્ટી’ (રુખસાના), ‘આ ગલે લગ જા’ (પ્રીતિ), ‘પિયા કા ઘર’(શ્વેતા), ‘કભી કભી’ (નીલૂ નિગમ), ‘કુસુમ’ (નૈના બજાજ), ‘કભી હાં કભી ના’ (અવંતિકા), ‘સતી...સત્ય કી શક્તિ’ (સાનિકા) જેવી સિરિયલ્સમાં કામ કર્યું છે.

5

નવી દિલ્હીઃ ગાયક, મ્યૂઝિશિયન અને એક્ટર હિમેશ રેશમિયાએ પોતાની ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે 11 મેના રોજ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. હિમેશ વિતેલા એક વર્ષથી સોનિયાની સાથે લિવઇન રિલેશનશિપમાં રહેતા હતા. તમને જણાવીએ કે સોનિયા સાથે લગ્ન કરતાં પહેલા હિમેશે પોતાના 22 વર્ષ જૂના લગ્ન તોડીને પહેલી પત્ની કોમલ સાથે છૂટાછેડા લીધા હતા.

  • હોમ
  • મનોરંજન
  • હિમેશ રેશમીયાએ ગુપચુુપ રીતે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે દુલ્હન સોનિયા કપૂર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.