હિમેશ રેશમિયા-સોનિયા કપૂરના લગ્નની પ્રથમ તસવીર આવી સામે, બન્નેએ ક્યાં કર્યા મેરેજ
મુંબઈ: સોનમ કપૂર અને નેહા ધૂપિયા બાદ મ્યુઝિક ડાયરેક્ટર હિમેશ રેશમિયાએ પણ લગ્ન કરી લીધા છે. મ્યૂઝિક ડાયરેક્ટર અને એક્ટર હિમેશ રેશમિયાએ પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે ખાનગીમાં લગ્ન કરી લીધા છે. મુંબઈમાં આવેલ લોખંડવાલા સ્થિત હિમેશના ઘરે સાદાઈથી ગુજરાતી અંદાજમાં લગ્ન કરવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, હિમેશ રેશમિયાના આ બીજા લગ્ન છે. અગાઉ તેના લગ્ન કોમલ સાથે થયા હતાં પહેલી પત્ની સાથે 22 વર્ષ સંબંધમાં રહ્યાં બાદ છૂટાછેડા આપ્યાં. ગત વર્ષે જ હિમેશના ડિવોર્સ થયા. એવા અહેવાલો પણ હતાં કે સોનિયા સાથે ખુબ નીકટતા હોવાના કારણે જ હિમેશના લગ્નમાં ભંગાણ પડ્યું હતું.
સોનિયા કપૂર ટેલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે કૈસા યે પ્યાર હૈ, જુગની ચલી જલંધર, યહ બોસ, રિમિક્સ જેવી અનેક ટીવી સીરિયલમાં જોવા મળી હતી. એવા અહેવાલો છે કે હિમેશ અને સોનિયા છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતદાં. બોલિવૂડ લાઈફના અહેવાલ મુજબ મહેંદીની રસમ બે દિવસ પહેલા થઈ હતી અને આજે સાંજે રિસેપ્શન પાર્ટી થશે.
હિમેશ રેશમિયા અને સોનિયા કપૂરના લગ્નમાં નજીકના સગા-સંબંધીઓ અને ખાસ મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લોખંડવાલા સ્થિત હિમેશના ઘરે ગુજરાતી વિધિ પ્રમાણે બન્ને લગ્ન ગ્રંથીથી જોડાયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -