રસ્તા પર કચરો ફેંકનારને અનુષ્કા શર્માએ ખખડાવ્યો, વિરાટે વીડિયો શેર કર્યા બાદ વ્યક્તિએ આપ્યો આવો જવાબ, જાણો વિગતે
અનુષ્કાએ જે વ્યક્તિને ખખડાવ્યો હતો તેણે ફેસબુક પર પોતાની ઓળખ અરહાન સિંહ તરીકે આપી છે. તેણે વિરાટ-અનુષ્કા પર પ્રહાર કરતાં જણાવ્યું કે અભિનેત્રી અનુષ્કા શર્માનો વ્યવહાર એક સડક છાપ પાગલ વ્યક્તિ જેવો હતો. આ વ્યક્તિએ કહ્યું કે, કારમાંથી ભૂલમાંથી ફેંકવામાં આવેલો કચરો અનુષ્કાના મોંથી નીકળેલા કચરાથી ઓછો હતો.
જે બાદ અન્ય એક ટ્વિટમાં વિરાટ કોહલીએ કહ્યું, ‘ ઘણા લોકો આ પ્રકારનું કંઈ કરવાનું સાહસ કરતા નથી. તેને મજાક સમજે છે. આજકાલ લોકો માટે દરેક ચીજ મીમ કન્ટેન્ટ છે. શરમની વાત છે.’
અનુષ્કા શર્માના આ કામની વિરાટ કોહલીએ ખૂબ પ્રશંસા કરી અને વીડિયો તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો. ટ્વિટર પર વિરાટે લખ્યું કે, ‘આ લોકોને રોડ પર કચરો ફેંકતા જોઈ તેમને શાનમાં સમજાવી દીધા. એક લક્ઝરી કારમાં સફર કરતા હતા અને દિમાગ ઘરે મૂકીને આવ્યા હતા. આ લોકો આપણા દેશને સાફ રાખશે ? જો તમે પણ આ પ્રકારનું કંઈ જૂઓ તો આવી જ રીતે પદાર્થપાઠ ભણાવો અને જાગ્રુતિ ફેલાવો.’
જેના પર કારમાં બેઠેલો વ્યક્તિ કંઈક કહે છે. જે બાદ અનુષ્કા ફરી કહે છે કે, ‘હાં તમે સડક પર પ્લાસ્ટિક કેમ ફેંકી રહ્યા છો ? સાવધાન રહો, તમે સડક પર પ્લાસ્ટિક અને અન્ય વસ્તુઓ ન ફેંકી શકો. કચરાપેટીનો ઉપયોગ કરો.’
અનુષ્કા આ વ્યક્તિને રસ્તા પર કચરો ન ફેંકવા કહે છે. અનુષ્કાનો આ વીડિયો કોહલીએ કારમાં બેઠેલા તેના કોઈ સહયોગીએ પાછળથી શૂટ કર્યો છે. કારણકે તેમાં એક્ટ્રેસનો ચહેરો દેખાતો નથી. વીડિયોમાં અનુષ્કા તેની બાજુમાંથી પસાર થઈ રહેલા કારને રોકવાનો ઈશારો કરતી જોવા મળે છે. જેવી કાર અટકે છે કે તરત જ અનુષ્કા આ વ્યક્તિને તમે રસ્તા પર કચરો કેમ ફેંકી રહ્યા છો તેમ કહે છે ?
મુંબઈઃ સોશલ મીડિયા પર ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અનુષ્કાના પતિ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ શેર કર્યો છે. વીડિયોમાં અનુષ્કા શર્મા એક વ્યક્તિને નૈતિકતાનો પાઠ ભણાવતી નજરે પડી રહી છે.