શ્રીદેવીને મિથુન ચક્રવર્તીએ શ્રધ્ધાંજલિ પણ ના આપી કે પરિવારને મળવા પણ ના આવ્યો, કારણ જાણીને ચોંકી જશો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએકવાર બૉલીવુડ જગતમાં એવી અફવા ઉડી કે, બન્નેના સંબંધોથી પરેશાન થઇને યોગિતા બાલીએ આત્મહત્યા કરી લીધી, યોગિતા બાલી મિથુન ચક્રવર્તીની પત્ની હતી. આ મામલે વધુ વેગ પકડતા એકવાર ફરી યોગિતા મીડિયા સામે આવી અને કહ્યું કે, જો મિથુન બીજી પત્નીને અપનાવી લે છે તો આ સ્થિતિને તે સ્વીકાર કરી લેશે.
નોંધનીય છે કે, શ્રીદેવીનું 54 વર્ષની વયે દુબઇની એક હોટલમાં નિધન થઇ ચૂક્યું છે અને 28 ફેબ્રુઆરીએ પુરેપુરા સન્માનની સાથે શ્રીદેવીની અંતિમ યાત્રામાં ફિલ્મ જગતની સાથે સાથે તમામ મોટી હસ્તીઓ જોડાઇ હતી પણ મિથુન ક્યાંય જોવા મળ્યો ન હતો.
શ્રીદેવીએ મિથુનના સાથે વતન કે રખવાલે, જાગ ઉઠા ઇન્સાન, વક્ત કી આવાજ અને ગુરુ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મિથન અને શ્રીદેવીના સંબંધો પર પૂર્ણવિરામ મુકાયા બાદ ફિલ્મ ડાયરેક્ટર બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કરી લીધા હતા, બાદમાં શ્રીદેવીએ ફિલ્મોને અલવિદા પણ કહી દીધું હતું. શ્રીદેવી અને બોની કપૂરને બાદમાં બે પુત્રીઓ જન્મી જ્હાન્વી અને ખુશી કપૂર.
એકસમય હતો જ્યારે બન્ને એટલા નજીક હતા કે ચર્ચા બન્નેના લગ્ન સુધી પહોંચી ગઇ હતી, પણ માત્ર 6 મહિનાના ટુંકસમયમાં જ બન્ને અલગ થઇ ગયા, કારણ કે મિથુન પહેલાથી જ મેરિડ હતો અને તેની પત્ની યોગિતા સાથે શ્રીદેવીને લઇને અનેકવાર ઝઘડાં પણ થયા હતા. યોગિતાએ મિથુનને શ્રીદેવી સાથે કામ ના અને હંમેશા માટે સંબંધો તોડી દેવા કહ્યું હતું. ત્યારબાદ મિથુન ક્યારેય શ્રીદેવીને મળ્યો નથી.
મુંબઇઃ ફિલ્ની દુનિયાની જેમ આપણા સામાન્ય સંબંધો પણ કેટલાક એવા હોય છે, જે ખરેખર બગડી જાય તો આખી જિંદગી તેને સમધાન અને સમજાવવામાં નીકળી જાય છે, તેમછતાં તેનો યોગ્ય ઉકેલ નથી મળતો. આવી જ એક ઉલટી પડેલી સ્ટૉરી છે મિથૂન ચક્રવર્તી અને શ્રીદેવી બન્નેની. જેના કારણે મિથૂન શ્રીદેવીની અંતિમ યાત્રામાં પણ સામેલ ન હતો થયો અને શ્રીદેવી પરિવારને પણ મળવા ન હતો ગયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -