રણવીર-દીપિકાએ કેમ લગ્ન માટે 14 અને 15મી તારીખ નક્કી કરી? જાણો આ રહ્યું કારણ
બંનેના પરિવારમાં ગિફ્ટ્સ એક્સચેન્જનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. દીપિકા શોપિંગમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલાં જ તે એક જ્વેલરીની દુકાનમાં દાગીના ખરીદતી જોવા મળી હતી.
બંનેના લગ્નમાં માત્ર નજીકના મિત્રો તથા પરિવારના સદસ્યોને જ સામેલ કરવામાં આવશે. દીપિકા અને રણવીરના પરિવારજનોએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
રણવીર-દીપિકાના લગ્ન ઈટલીના લેક કોમોમાં થશે. આ લગ્નમાં કુલ 4 ફંક્શન્સ યોજવામાં આવશે. લગ્ન પહેલા રણવીર-દીપિકા નંદી પૂજા પણ કરશે.
આ ફિલ્મમાં રણવીર સિંહ દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી. દીપિકા-રણવીરની લવસ્ટોરી આ ફિલ્મના સેટ પર જ શરૂ થઈ હતી અને એટલે જ આ ફિલ્મની રિલીઝ ડેટ બંને માટે ખાસ છે. હવે તેમણે આ તારીખને જ પોતાનો લગ્નની તારીખ તરીકે પસંદ કરી છે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 15 નવેમ્બર 2013ના રોજ રિલીઝ થઈ હતી.
મુંબઈ: અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે સોશિયલ મીડિયા પર લગ્નની તારીખ જાહેર કરી દીધી હતી. 14 અને 15 નવેમ્બરે રણવીર-દીપિકાએ લગ્નનું એલાન કર્યું છે. રણવીર અને દીપિકાના લગ્નની બહુ લાંબા સમયથી ચર્ચા હતી પણ બંનેએ લગ્ન માટે 15 તારીખની પસંદગી કરી છે, કારણ કે 15 નવેમ્બરનું તેમના જીવનમાં ખાસ મહત્વ છે.