બોલિવુડ અભિનેતા ઈરફાન ખાનની તબિયત સુધારા પર, ટૂંક સમયમાં કરશે કમબેક
ઇરફાનના ચાહકો માટે સારા સમાચાર છે. એવું કહેવાય છે કે ઇરફાનની તબિયત હવે સુધારા પર છે અને તે ખૂબ જ જલદી કારવાંની ટીમને જોઇન કરી શકે છે. ફિલ્મનું પ્રમોશન થોડા જ દિવસોમાં શરૂ થઇ જશે. આવા સંજોગોમાં ઇરફાન ખૂબ જ જલદી કમબેક કરે તેવી આશા છે.
ઉલ્લેખનીય છે કે ઇરફાનને ન્યુરોએન્ડોક્રાઇન ટયૂમર છે. જેનો ઇલાજ તે લંડનમાં કરાવી રહ્યો છે. લાંબા સમયથી ઇરફાનની તબિયત ખરાબ હતી. જેના કારણે તે પોતાની છેલ્લી રિલીઝ ફિલ્મ બ્લેકમેઇલના પ્રમોશનથી પણ દૂર રહ્યો.
મુંબઇ: બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાને સોશિયલ મીડિયા પર કમબેક કરતાં પોતાની આગામી ફિલ્મ કારવાંને લઇને ટ્વિટ કર્યું તો તેના શુભચિંતકો ખૂશ થયા હતા. દરેક વ્યકિત તેની તબિયત અને તેના બોલિવૂડમાં કમબેકને લઇને સવાલ પૂછવા લાગ્યા. બે મહિના પછી પોતાના ફેવરિટ અભિનેતાને જોઇને ફેન્સ પાગલ થઇ ગયા.
ઇરફાને પોતે પોતાની આ બીમારી અંગે ટ્વિટ કરી ફેન્સને જાણ કરી હતી અને કહ્યું હતું કે તે ફિટ થઇને ઝડપથી પાછો ફરશે. તેણે પોતાના શુભેચ્છકોને દુઆ કરવા પણ કહ્યું હતું.