243 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમનાર 20 વર્ષના આ ક્રિકેટરે છોડ્યો ક્રિકેટ, જાણો શું છે કારણ
પુકોવસ્કીને ઘણી વખત મેદાનમાં ઈજા પહોંચી છે. આ વર્ષે માર્ચમાં સીન એબોટનો બોલ પુકોવસ્કીને હેલ્મેટ પર લાગ્યો હતો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવા પડ્યો હતો. તેને સિઝનમાં ત્રણ વખત હેલ્મેટ પર બોલ વાગ્યો હતો. પુકોવસ્કીએ 7 ફર્સ્ટ ક્લાસ મેચમાં 52ની એવરેજથી 520 રન બનાવ્યા છે. તેના નામે બે સદી પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુકોવસ્કીને વિક્ટોરિયા ટીમ મેનજમેન્ટે ન્યૂ સાઉથ વેલ્સ સામેની મેચમાં આરામ આપ્યો હતો. આ દરમિયાન આ બેટ્સમેને ક્રિકેટમાંથી બ્રેક લેવાનું મન બનાવી લીધું હતું. પુસ્કોવસ્કીના આ નિર્ણય પછી ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી અને પૂર્વ કોચ ડેરેન લેહમને તેને આરામ કરવા અને જલ્દી મેદાન પર પરત ફરવાનો મેસેજ ટ્વિટ કર્યો હતો.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેન વિલ પુકોવસ્કીએ માનસિક સ્વાસ્થ્ય સંબંધી બીમારીની સારવાર માટે હાલ પુરતું ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો છે. 20 વર્ષીય વિલે હાલમાં જ ઘરેલુ ટૂર્નામેન્ટમાં શેફીલ્ડ શીલ્ડના શરૂઆતના સમયમાં વિક્ટોરિયા ટીમ તરફથી 243 રનની ઇનિંગ રમીને ચર્ચામાં આવ્યો હતો.
પુકોવસ્કી ઓસ્ટ્રેલિયાનો ફક્ત નવમો ખેલાડી છે જેણે 21 વર્ષનો થતા પહેલા શેફીલ્ડ શીલ્ડમાં બેવડી સદી ફટકારી છે. આ લિસ્ટમાં બ્રેડમેન અને રિકી પોન્ટિંગ જેવા ખેલાડીઓનું નામ પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -