Vijay Babu Rape Case: ફિલ્મી દુનિયામાં મહિલાઓ સાથે દુષ્કર્મના કેસો સતત વધી રહ્યાં છે. હવે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર અને પ્રૉડ્યૂસર વિજય બાબુ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાયો છે. એક્ટર પર આરોપ છે કે, તેને ફિલ્મોમાં કામ અપાવવાના બદલે એક મહિલા સાથે શરીર સંબંધો બાંધ્યા. જાણકારી અનુસાર, કોઝીકોડની રહેવાસી ફરિયાદી મહિલાએ વિજય બાબુ વિરુદ્ધ બળાત્કાર કરવાનો કેસ નોંધાવ્યો છે. 


ફરિયાદી અનુસાર, વિજય બાબુએ પહેલા તેને ફિલ્મોમાં કામ અપાવવાની વાત કરી, અને તેને પોતાના ઘરે બોલાવી હતી, અને તેની સાથે અનેકવાર શરીર સુખ માણ્યુ હતુ. એક્ટર વિરુદ્ધ આ કેસ 22 એપ્રિલે નોંધાયો છે. પીડિતાનો આરોપ છે કે ફરિયાદના ચાર દિવસ વીતી ગયા બાદ પણ પોલીસે એક્ટર સાથે કેસને લઇને કોઇ પુછપરછ નથી કરી. પોલીસે વિજય બાબુના રહેવાસનો પણ હજુ સુધી ખુલાસો નથી કર્યો. જોકે, એક્ટર પર લાગેલા આરોપથી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.  


ઉલ્લેખનીય છે કે, વિજય બાબુ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક શાનદાર નિર્માતા અને અભિનેતા છે. એક્ટરના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. વિજય બાબુએ ઇન્ડસ્ટ્રીમાં કેટલીય હીટ ફિલ્મો આપી છે. તેની ફ્રાઇડે ફિલ્મ હાઉસ નામની એક પ્રૉડક્શન કંપની છે. તેને આ પ્રૉડક્શન હાઉસમાંથી કેટલીય નવી ફિલ્મો બનાવવાની જાહેરાત કરી છે. 


આ પણ વાંચો........ 


Surya Grahan 2022 : 30 એપ્રિલે થઇ રહ્યું છે સૂર્યગ્રહણ, ગર્ભવતી મહિલાઓ આ વાતોનું રાખવું પડશે ધ્યાન


Panchak April 2022 : ખૂબ જ વિશેષ યોગ થઇ રહ્યો છે સમાપ્ત, સમાપનનો સમય અને દિવસ જાણી લો


LIC ના પોલિસી ધારકોને IPO માં મળશે સૌથી વધુ ડિસ્કાઉન્ટ, જાણો સામાન્ય રોકાણકાર કરતાં કેટલા ઓછા રૂપિયામાં મળશે શેર


ગુજરાતના આ મહાનગરની 7 ગુજરાતી શાળાઓને વાગી શકે છે તાળા, જાણો વિગત


Corona Cases Today: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં આવ્યો ઉછાળો, જાણો શું છે સ્થિતિ