નવી દિલ્હીઃ ડબલ્યૂ ડબલ્યૂ ઇના ફેમસ રેસલર બ્રૉક લેસનરના વકીલ પૉલ હીમેને બૉલીવુડ અભિનેતા રણવીર સિંહને કાયદેસરની નૉટિસ ફટકારી છે. આ નૉટિસ એક ડાયલૉગનો યૂઝ કરવાને અંગે આપવામાં આવી છે. ટ્વીટર પર તેમને એ પણ કહ્યું કે તે મેનેજર નથી પણ વકીલ છે અને તે ઇતિહાસના સૌથી બેસ્ટ વકીલ છે.

આઇસીસી વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન રણવીર સિંહ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં હતો. ત્યાં તેને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે એક ફોટો પડાવ્યો હતો. આ તસવીર પૉસ્ટ કરતાં હાર્દિકને શુભેચ્છા પાઠવી, અને કેપ્શનમાં લખ્યુ હતું કે, "ઇટ. સ્લીપ. ડૉમિનેટ. રિપીટ અને તેનું નામ હાર્દિક પંડ્યા છે."


આ ફેમસ ડાયલૉગને લઇને બ્રૉક લેસનરના વકીલ પૉલ હીમેને રણવીર પર ગુસ્સે ભરાયા હતા. હવે આ ટ્વીટને લઇને પૉલે કાયદેસરની નૉટિસ ફટકારી છે.


ઉલ્લેખનીય છે કે, આ ફેમસ ડાયલૉગનો ઉપયોગ બ્રૉક લેસનર ડબલ્ય ડબલ્યૂ ઇમાં કરે છે, અને તેના પર તેમનો કૉપીરાઇટ છે.