મુંબઈઃ મુંબઈમાં વધુ એક એક્ટરે આત્મહત્યા કરી છે. અનેક જાણીતી ટીવી સીરિયલમાં કામ કરી ચૂકેલ અભિનેતા સમીર શર્માનું શબ ઘરમાં પંખા પર લટકેલું મળ્યું છે. સમીર ‘યે રિશ્તે હૈ પ્યાર કે’, ‘સાસ ભી કભી બહુ થી’, ‘કહાની ઘર-ઘર કી’ જેવી સીરિયલોમાં કામ કરી ચૂક્યો છે. કહેવાય છે કે, બે દિવસ પહેલા તેણે આત્મહત્યા કરી હતી. જોકે હજુ સુધી કોઈ સુસાઇડ નોટ


સમીર શર્મા મુંબઈમાં મલાડ સ્થિત ઘરમાં એકલા રહેતા હતા. તેની પત્ની જ્યારે ફોન પર તેની સાથે વાત ન કરી શકી તો તેને શંકા ગઈ. પત્નીએ મિત્રને ફોન કરી સમીના ઘરે જવા માટે કહ્યું. જ્યાં જઈને જોયું તો સમીર શર્માની બોડી પંખા સાથે લટકી હતી. હાલમાં શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.

આ અહેવાલ મુંબઈ પોલીસ તરફથી સામે આવ્યા છે. જાણકારી મળી છે કે, સમીર શર્મા કોઈ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા હતા. આ કારણે તે થોડા સમયથી પરેશાન ચાલી રહ્યા હતા. જોકે બાદમાં ઠીક થઈ ગયા હતા અને પોતાના કામકાજ પર પરત ફર્યા હતા. મુંબઈ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
મળી નથી.