સરકારે બુધવારે કેબિનેટ બેઠક બાદ ઇમર્જન્સી લગાવવાની જાહેરાત કરી છે, સરકારે કહ્યું કે, બેરુત પોર્ટના કેટલાક અધિકારીઓને આ તપાસ થાય ત્યાં સુધી નજરબંધ કરવામાં આવી રહ્યાં છે, કે 2750 ટન એમૉનિયમ નાઇટ્રેટ પોર્ટ સુધી કેવી રીતે આવ્યો.
માનવામાં આવી રહ્યુ છે કે બેદરકારીના કારણે વિસ્ફોટ થયો, આ ઘટનામાં 100થી વધુ લોકો માર્યા ગયા છે, અને લગભગ 4 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લેબનાનના લોકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. તેમને સહાય મોકલવાની પણ જાહેરાત કરી છે
બેરુત ભયંકર વિસ્ફોટ બાદ દુનિયાના કેટલાય દેશોએ લેબનાને મદદ કરવાનો સંકલ્પ લીધો છે. ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયાથી લઇને યુરોપના કેટલાક દેશો, અમેરિકા અને અને્ય દેશોએ મદદ કરવાની ઓફર કરી છે. આ ઉપરાત ચેર રિપબ્લિક, જર્મની, યુનાન, પોલેન્ડ અને નેધરલેન્ડે પણ મદદની ઓફર કરી છે.