નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા લાંબા સમય બાદ ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકથી બોલિવૂડમાં વાપસી કરી રહી છે. 13 સપ્ટેમ્બરે ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું પ્રીમિયર છે. શોનાલી બોસના ડાયરેક્શનમાં બનલે આ ફિલ્મ 11 ઓક્ટોબર 2019ના રોજ રિલીઝ થશે. આ અસવર પર પ્રિયંકાએ એક તસવીર શેર કરી જેને જોઈને યુઝર્સ ભડક્યા હતા. તસવીરમાં પ્રિયંકાની સાથે ફરહન અખ્તર અને ઝાયરા વસીમ પણ છે. પ્રિયંકાની તસવીરની સાથે જે કેપ્શન લખ્યું તેનાથી સ્પષ્ટ થાય છે કે પ્રીમિયર દરમિયાન તે હાજર રહેશે. તેણે ઝાયરા વસીમને ટેગ પણ કરી છે.

પ્રિયંકાએ આ ફોટાના કેપ્શન આપતા કહ્યું, ‘હું 13 સપ્ટેમ્બરના પ્રીમિયર દિવસે મારી આખી ટીમમાં જોડાવા માટે રાહ જોઈ શકતી નથી. ફિલ્મના રિલીઝ પહેલા મળી રહેલી મહાન સમીક્ષાઓ જાણીને હું ખૂબ જ ઉત્સાહિત છું. રસપ્રદ વાત એ છે કે પ્રિયંકાના આ ફોટામાં ઝાયરા વસીમ પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત પ્રિયંકાએ પણ આ ફોટોમાં ઝાયરા વસીમને ટેગ કરી છે. પ્રિયંકાના ફોટામાં ઝાયરાને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે ઝાયરા વસીમે થોડા સમય પહેલા બોલીવુડને વિદાય આપી હતી અને બોલિવૂડમાં પાછા ન આવવાનો દાવો કર્યો હતો.



પ્રિયંકાના ફોટામાં ઝાયરાને જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ ઝાયરાને જોરદાર ટ્રોલ કરી રહ્યાં છે અને તેમને યાદ અપાવતા કે તેણે બોલિવૂડ છોડી દીધું છે. એક યૂઝરે ઝાયરાને ટ્રોલ કરીને લખ્યું, ‘આ એ જ છોકરી છે જેણે ધર્મના નામે અભિનય છોડી દીધો છે, તો તે અહીં શું કરે છે? શું તે બધાએ લાઇમલાઇટમાં આવવા માટે કોઈ નાટક કર્યું હતું?

એક યુઝરે લખ્યું, ‘મને લાગ્યું કે ઝાયરા વસીમ હવે ક્યારેય કોઈ ફિલ્મ નહીં કરે.’ બીજા યુઝરે ઝાયરા પર સખ્તાઇથી લખ્યું, લખ્યું, ‘આ છોકરીએ બોલિવૂડ છોડવાનો નિર્ણય લીધો હતો. એવું નથી? ‘ એક યુઝરે લખ્યું, ‘ઝાયરા વસીમ હવે અહીં શું કરી રહી છે જ્યારે તેણે ધર્મના નામે બોલિવૂડને અને ફિલ્મોને અલવિદા કહી દીધી હતી. આ છોકરી કેટલી મોટી નાટકબાજ છે. એક યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે જે છોકરી પ્રિયંકાની સાથે ઉભી છે તે ધર્મ માટે આ ઉદ્યોગ છોડી દીધી. હવે તે બીચ પર આવા કપડાંમાં શું કરે છે?