Zareen Khan Hospitalized: અભિનેત્રી ઝરીન ખાનની તબિયત અચાનક લથડી જતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. અભિનેત્રીને ડેન્ગ્યુ થયો છે જેના કારણે તે કેટલીક શારિરીક પીડા વધી જતાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.  આ વાતની જાણકારી અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી છે.


 જરીન ખાને આ પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં તેના હાથમાં ડ્રિપ જોવા મળી હતી. જોકે, બાદમાં અભિનેત્રીએ તે સ્ટોરી ડિલીટ કરી દીધી હતી. આ પછી, અભિનેત્રીએ બીજી સ્ટોરી મૂકી જેમાં એક ગ્લાસ જ્યુસ દેખાય છે. ઝરીને આ ફોટો સાથે લખ્યું- 'રિકવરી મોડ'                                                                      


અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે


જરીન ખાન ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂકી  છે. તે હેટ સ્ટોરી 3, વીર, વજહ તુમ હો જેવી અનેક  ફિલ્મોમાં  કામ કરી ચૂકી છે. તેણે પંજાબી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અભિનેત્રીને કેટરીના કૈફની કોપી માનનવામાં આવે છે અને કદાચ આ જ કારણ છે કે અભિનેત્રીને હિન્દી સિનેમામાં ખૂબ જ ઝડપથી ખ્યાતિ મળી.                                                                        


ચાહકોને અપીલ


ઝરીન ખાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ચાહકોને ડેન્ગ્યુથી બચવા માટે સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે. તેમણે સ્વચ્છ અને મચ્છર મુક્ત વાતાવરણ જાળવવા અને જંતુનાશકોનો ઉપયોગ કરવા પણ જણાવ્યું છે.


ડેન્ગ્યુના કેસમાં સતત વધારો


દેશમાં ડેન્ગ્યુનો આતંક છવાયેલો છે. દરરોજ ડેન્ગ્યુના કેસો સામે આવી રહ્યા છે. ડેન્ગ્યુ તાવ એ મચ્છરજન્ય વાયરસ છે, જે ખૂબ જ ઝડપથી ફેલાય છે. તે દિવસ દરમિયાન માદા મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છર સ્વચ્છ પાણીમાં જન્મે છે.