ઝરીના વહાબને ગુપચુપ રીતે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને તેને પરિવાર, સંબંધી અને કેટલાક નજીકના મિત્રો સુધી મર્યાદિત રાખ્યું હતું. ઝરીનાની ટ્રીટમેન્ટ કરનાર ડો. જલીલ પારકરે પણ તેના કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે, “ઝરીનાને સાંધાનો દુખાવો, શરીરમાં દુખાવો, થાક અને થાવ હતો. અને જ્યારે તેમને ભરતી કરવામાં આવી હતી ત્યારે તેમનું ઓક્સીજન લેવલ પણ ઘણું ઓછું હતું.”
પહેલા કરતાં ઠીક
જોકે ઝરીના અથવા તેના પરિવારે આ મામલે મીડિયા સામે કંઈ કહ્યું નથી. જોકે. ડો. જલીલ પાકરકનું કહેવું છે કે ઝરીના પહેલા કરતાં ઠીક છે અને તે ઘરે પણ જઈ શકે છે. જોકે ઝરીનાનો પછીનો કોરના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કે નહીં તે જાણવા મળ્યું નથી. આ મામલે તેના પતિ આદિત્ય પંચોલી અને દીકરા સૂરજ પંચોલીએ કંઈ જ કહ્યું નથી. તેમને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં તે કહી ન શકાય.