ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. ગુજરાત  વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ સહાય રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેક્ટર જમીનના માલિક 27 લાખ  ખેડૂતોને મળશે. રાજ્યના  નીચેના 20 જિલ્લાના 123 તાલુકાને સહાય મળશે.
જિલ્લો સહાય મેળવનારા તાલુકા
કચ્છ અબડાસા , અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુંદ્રા , નખત્રાણા , રાપર
દેવભૂમિ દ્વારકા ભાણવડ ,. દ્વારકા , કલ્યાણપુર , ખંભાળિયા
ભરૂચ આમોદ, અંક્લેશ્વેર, ભરૂચ, હાંસોટ , જંબુસર ,ઝગડિયા ,નેત્રંગ , વાગરા , વાલિયા
પાટણ ચાણસ્મા , હારીજ, રાધનપુર ,સમી , સાંતલપુર, શંખેશ્વર
અમદાવાદ બાવળા, દેત્રોજ, ધંધૂકા, ધોલેરા, ધોળકા
મોરબી હળવદ માળિયા(મી.), મોરબી , ટંકારા , વાંકાનેર
જુનાગઢ ભેંસાણ , જૂનાગઢ , કેશોદ , માળિયા (હા), માણાવદર, માંગરોળ , મેંદરડા, વંથલી, વિસાવદર , જૂનાગઢ સિટી
અમરેલી અમરેલી , બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લિલિયા, રાજુલા, સાવરકુંડલા, કુકાવાવ
જામનગર ધ્રોલ, જામજોધપુર ,.જામનગર , જોડિયા ૫. કાલાવાડ , લાલપુર
પોરબંદર કુતિયાણા, પોરબંદર , રાણાવાવ
રાજકોટ ધોરાજી , ગોંડલ જામકંડોરણા, જસદણ ,જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી , રાજકોટ, ઉપલેટા,વીછિયા
ગીર સોમનાથ ગીરગઢડા, કોડીનાર , સૂત્રાપાડા , તાલાલા, ઉના ,વેરાવળ
મહેસાણા બેચરાજી, કડી, મહેસાણા
બોટાદ બોટાદ બરવાળા ,ગઢડા, રાણપુર
સુરેન્દ્રનગર ચોટીલા, ચૂડા, દશાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી , સાયલા, થાનગઢ, વઢવાણ
ભાવનગર ભાવનગર, ઉમરાળા, વલ્લભીપુર, જેસર , મહુવા, શિહોર
સુરત બારડોલી મહુવા માંડવી (સુ) માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા
નવસારી જલાલપોર
નર્મદા નાંદોદ
આણંદ સોજીત્રા, તારાપુર