મુંબઈ: ઝિંદગી ચેનલ- કે જેના પર પહેલી વાર ભારતના પ્રેક્ષકો માટે પાકિસ્તાની સીરિયલો ટેલિકાસ્ટ કરતી તે હવે આ શો ન બતાવે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકરોને 48 કલાકમાં ભારત છોડવાનું અલ્ટીમેટમ  આપ્યા બાદ ચેનલે  આ અંગે વિચાર કરી રહી છે.

ઝી ચેનલ અને એસેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રએ પોતાના ટ્વિટમાં પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફના યુએનની સામાન્ય સભાના સંબોધનના સંદર્ભમાં લખ્યું હતું કે, મિયાં શરીફે યુએનમાં જે કહ્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે, હવે ઝીંદગી પર આવતા પાકિસ્તાની કલાકારોના પ્રોગ્રામને બંધ કરવા અંગે ઝી વિચાર કરી રહ્યું છે. ત્યાંના કલાકારોએ ભારત છોડી દેવું જોઈએ.