હવે ખાલી 93 રૂપિયામાં મળશે 10 GB 4G ડેટા, જાણો વધુ વિગત
રિલાયંસ કોમ્યુનિકેશનની ઑફિશિયલ વેબસાઇટે જાહેર કરેલી માહિતી મુજબ કંપની 10GB સુધી 4G ડેટા 93 રૂપિયાની કિંમતે શરૂઆત કરશે. જોકે, અમુક રાજ્યમાં આ ડેટા 97 રૂપિયામાં પણ મળી શકે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ સાથે રિલાયંસ કમ્યુનિકેશને જે આંકડા શેર કર્યા છે. એ મુજબ 8 મિલિયન રિલાયંસ CDMA ગ્રાહકમાંથી 90 ટકાએ 4G સર્વિસ માટે અપગ્રેડ કરાવ્યું છે.
રિલાયંસ કોમ્યુનિકેશનની આ ઑફર CDMA ગ્રાહકોને જ મળશે. જેણે પહેલાથી 4G સર્વિસ માટે અપગ્રેડ કરાવ્યું હશે.
ભારતીય ટેલીકોમ કંપની રિલાયંસ કોમ્યુનિકેશન આગામી સપ્તાહે જીયો સર્વિસમાં 93 રૂપિયામાં 10GB 4G ડેટા આપશે. પ્રાયોગિક ધોરણે આ ઑફર ફક્ત CDMA ગ્રાહકો માટે પંસદગીયુક્ત સર્કલ પર આપવામાં આવશે.
નવી દિલ્લીઃ ટેલીકોમ કંપની રિલાયંસ કોમ્યુનિકેશન (RCom) પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપવાની તૈયાર કરી રહ્યું છે. અનિલ અંબાણીની કંપની રિલાયંસ જીઓ યૂજર્સને 93 રૂપિયામાં 10GB 4G ડેટા આપશે. જે 4G નટેવર્ક પર 20 ગણું સસ્તું હશે.