ફીચર ફોન બાદ હવે Reliance Jio લાવી રહ્યું છે સસ્તો 4G સ્માર્ટફોન, કિંમત હશે ફીચર ફોન જેટલી
લી એ જણાવ્યું કે જિયો એકમાત્ર કંપની છે કે જે ફીચર ફોનના માર્કેટ માટે પ્રયત્ન કરી રહી છે. અમે જિયો સાથે મળી 4G ફીચર ફોન(ચીપ્સ) સૌથી સસ્તી કિંમતે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે વર્ષના અંત સુધીમાં 1 કરોડ ડિવાઈસ(ચિપ)નું વેચાણ કરીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ 4જી ફીચરફોન બાદ હવે સૌથી સસ્તો 4જી સ્માર્ટફોન લાવાવની તૈયારી કરી રહી છે. આ વાત ચીનની ચિપ નિર્માતા કંપની સ્પ્રેડટ્રમ કોમ્યૂનિકેશન્સે કહી છે. આ કંપની સ્માર્ટફોન હેન્ડસેટ માટે સ્પેરપાર્ટ્સ સપ્લાઈ કરવા માટે રિલાયન્સ જિઓની સાથે વાતચીત કરી રહી છે. આ કંપનું મુખ્યાલય શાંઘાઈમાં છે અને તે ચાલુ વર્ષના અંત સુધીમાં રિલાયન્સ જિઓને 1 કરોડ 4જી ફીચરફોન માટે ચિપની સપ્લાઈ કરશે.
સ્પેડટ્રમ ભારતમાં આ ફોનની ડિઝાઈન માટે સ્થાનિક હેન્ડસેટ નિર્માતાઓની શોધ કરી રહ્યું છે. કંપનીના ચીફ એક્ઝીક્યુટિવ લી એ જણાવ્યું કે કંપનીએ 2012માં માઈક્રોમેક્સ કંપની સાથે ભાગીદારી કરી 10 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. તેઓ ભારતીય માર્કેટમાં ચાઈનીઝ કંપનીની ભાગીદારીની ખુશ નથી.
ભારતની મુલાકાત દરમિયાન લીએ કહ્યું હતું કે ‘ 4 ઈંચની સ્ક્રીન, સાથે ઓછી કિંમતના 4G ફીચર ફોન માટે કંપની તમામ શક્યતાઓ શોધી રહી છે. ઈટી દ્વારા આ મુદ્દે જિયોને ઈમેલ કરી તેમનો પક્ષ જાણવવા માટે પ્રયત્ન કર્યો પરંતુ પ્રેસ ટાઈમ મંગળવાર સુધી તેમનો કોઈ રિપ્લાઈ આવ્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -