એરટેલના સૌથી ઝડપી નેટવર્કનો દાવો કરતી જાહેરાત પર લાગ્યો પ્રતિબંધ, કંપની સમીક્ષા માટે કરી અપીલ
વોડાફોને રિલાયન્સ જિઓ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ ટેલિકોમ નિયામક ટ્રાઈમાં કરી છે. વોડાફોનનું કહેવું છે કે, નિયામકના આદેશ છતાં જિઓએ પોતાના ગ્રાહકોને સમર સરપ્રાઈઝ ઓફર આપવાનું ચાલુ રાખ્યું હતું. વોડાફોનને આ અંગે ટ્રાઈને પત્ર લખ્યો છે. પત્ર અનુસાર નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવવા છતાં જિઓએ પોતાના ગ્રાહકોને ઝડપથી આ યોજના સાથે જોડાય જાય તે માટે આકર્ષિત કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટેલીકોમ કંપની ભારતી એરટેલે ભારતીય જાહેરાત માનક પરિષદ (એએસસીઆઈ) સમક્ષ અપીલ કરીને તેની એક જાહેરાત સંબંધિત નિર્ણયની સમીક્ષા કરવાની વિનંતી કરી છે. નિર્ણયમાં કંપનીને તેના સૌથી ઝડપી નેટવર્કની જાહેરાતમાં સંશોધન અથવા તેને પરત લેવા માટે કહેવામાં આવ્યું છે. એવામાં કંપની બુધવારથી આ જાહેરાત બતાવી નહીં શકે.
કંપનીના એક સૂત્રએ જણાવ્યું કે, એરટેલે નિર્ણયની સમીક્ષા માટેપોતાની જાહેરાતનાં સંદર્ભમાં વધારાની સામગ્રીની સાથે એએસસીઆઈની સમક્ષ અપીલ કરી છે. કંપની તમામ દિશાનિર્દેશોનું પાલન કરશે.
ભારતી એરટેલની ટેલીવિઝન પર એક જાહેરાત આવે છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓકલાના અહેવાલના આધારે તે દેશની સૌથી ઝડપી નેટવર્ક છે. તેની પ્રતિસ્પર્ધી રિલાયન્સ જિઓએ દાવાનો વિરોધ કર્યો હતો અને જાહેરાત વિરૂદ્ધ એએસસીઆઈમાં અપીલ કરી હતી. એએસસીઆઈને જાણવા મળ્યું કે, એરટેલેની જાહેરાતમાં સત્તાવાર રીતે સૌથી ઝડપી નેટવર્કનો દાવો લોકોને ગેરમાર્ગે દોરનારી છે અને કંપનીને 11 એપ્રિલ સુધી જાહેરાતમાં સંશોધન કરવા અથવા પરત લેવા માટે કહેવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -