Airtel લાવ્યું 99 રૂપિયાનો પ્લાન, જિઓથી પણ ઓછી કિંમતમાં મળશે આ સુવિધાઓ
નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની જિઓને ટક્કર આપવા માટે એરટેલે વિતેલા ઘણાં મહિનાથી સતત પોતાના પ્લાન્સની કિંમતમાં ઘટાડો કરવાની સાથે સાથે પેક્સને અપગ્રેડ કરી રહી છે. હવે આ જ કડીમાં એરેટલે પોતાના 99 રૂપિયાના પ્રીપેડ પ્લાનને અપગ્રેડ કર્યો છે. એરટેલના 99 રૂપિયાના પ્લાનમાં અત્યાર સુધી યૂઝર્સને 1 જીબી ડેટા મળતો હતો. પરંતુ હવે કંપનીએ આ ડેટા વધારી દીધો છે.
એરટેલએ 99 રૂપિયાના પ્લાનમાં મળતો ડેટા ડબલ કરી નાંખ્યો છે. આ સાથે જ યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, 100 એસએમએસ પણ મફત આપવામાં આવશે. એસએમએસનો ઉપયોગ યુઝર્સ રોજ કરી શકશે.
એરટેલ 99 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી આપી રહ્યું છે. પ્લાનમાં ડેટા સાથે યુઝરને 2800 એસએમએસ આપવામાં આવશે. આ સાથે જ 2 જીબી ડેટા 28 દિવસ માટે હશે. તો મહિના સુધી ગમે તેટલી વાત કરી શકો છો. આ પહેલા એરટેલએ 149 રૂપિયાના પ્લાનને અપગ્રેડ કર્યો હતો. તો જિયોનો પણ એક પ્લાન તેની આસપાસ આવે છે.
જિયોના પ્લાનની વાત કરીએ તો તે 98 રૂપિયાનો છે. આ પ્લાસમાં જિયો યુઝર્સને 2 જીબી 4જી ડેટા મળે છે. ડેટા સાથે યુઝર્સને અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. પરંતુ જિયો 28 દિવસ માટે માત્ર 300 એસએમએસની સુવિધા આપે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.