✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એપલ iPhone7 અને iPhone7 પ્લસ લોન્ચ થયા, અત્યાર સુધીના સૌથી શાનદાર આઈફોન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Sep 2016 06:56 AM (IST)
1

એરપોડ્સઃ કંપનીએ ફ્યૂચરને ધ્યાનમાં રાખીને વાયરલેસ એરફોન લોન્ચ કર્યા છે જેનું નામ એરપોડ આપવામાં આવ્યું છે. આ એરપોડ એપલ વોચ અને આઈફોન બન્ને સાથે કનેક્ટ થઈ શકશે. તેની કિંમત 159 ડોલર છે જે ઓક્ટોબરથી બજારમાં ઉપલબ્ધ હશે.

2

કેમેરોઃ એપલે પોતાના બન્ને સ્માર્ટફોનમાં કેમેરા ક્વોલિટીમાં સુધારો કર્યો છે. ફેસટાઈમ માટે કંપનીએ 7 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ HD કેમેરા આપ્યો છે. જ્યારે 12 મેગાપિક્સલ વાળો f/1.8 અપરચરની સાથે રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેની સાથે જ લો લાઈટ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબલાઈઝેશન જેવા ફીચર આપવામાં આવ્યા છે. આઈફોન 7 પ્લસની સાથે કંપની મોટો દાવ ખેલ્યો છે. પ્રથમ વખત કંપનીએ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપ્યું છે. પ્રથમ લેન્સ વાઈડ એન્ગલ આપે છે તો બીજો તસવીરને ટેલીફોટિક ટચ આપે છે. કંપનીનો દાવો છે કે, અત્યાર સુધીનો શ્રેષ્ઠ સ્માર્ટફોન છે જે ડીએસએલઆર જેવી પિક્ચર ક્વોલિટી આપે છે.

3

ડિસ્પ્લેઃ આઈફોન 7માં 4.7 ઇંચ ડિસ્બ્લે છે જેનું રિઝોલ્યૂશન 1334 x 750 છે જ્યારે આઈફોન 7માં 5.5 ઇંચ સ્ક્રીનની સાથે 1920 x 1080 રિઝોલ્યૂશન આપવામાં આવ્યં છે. કુલ મળીને કંપનીએ આ વખતે ડિસ્પ્લે અને રિઝોલ્યૂશનમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી. પરંતુ કલર ગમટને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે. આવખતે ડિવાઈસ પી3 કલર સ્પેસ સપોર્ટિવ હશે જે પહેલાની તુલનામાં સારો કલર કોન્ટ્રાસ્ટ આપશે. પી3 એક સિનેમેટિક કલર સ્ટાન્ડર્ડ છે જે RGBથી 25 ટકા વધારે કલર કોન્ટ્રાસ્ટ આપે છે. આઈફોન 6Sમાં sRGB કલર સ્પેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

4

નહીં હોય હેડફોન જેકઃ નવા આઈફોન 7 અને આઈફોન 7 પ્લસમાં હેડફોન જેક આપવામાં નથી આવ્યો. કંપનીનું માનવું છે કે, આવનારા સમયમાં વાયરલેસ હશે. તેના માટે કંપનીએ નવો વાયરલેસ આઈફોન જેને એરપોડ નામ આપવામાં આવ્યું છે. તેની સાથે જ જે લોકો એરફોનનો ઉપયોગ કરવા માગે છે તેના માટે કંપની આઈફોન 7ની સાથે ચાર્જિંગ ટૂ ઓડિયો જેક એડેપ્ટર આપશે જે વાયરવાળા ઈયરફોન ઉપયોગ કરી શકશે.

5

પ્રોસેસરઃ નવા આઈફોન જનરેશનની સાથે એપલે નવા પ્રોસેસર ચિપ A10 ફ્યૂઝનનો ઉપયોગ કર્યો છે. દરેક વખતની જેમ જ આવખતેપણ કંપનીએ પ્રોસેસરને લઈને બધી જ જાણકારી આપી નથી. એપલનો દાવો છે કે A10 ફ્યૂઝન અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રોસેસર છે. આવું પ્રોસેસર સ્માર્ટફોનની દુનિયામાં અત્યાર સુધી આવ્યું નથી. A10 ફ્યૂઝન ચિપની મદદથી આઈફોન 6એસની સરખામણીમાં વધારે બેટરી સેવિંગ હશે.

6

કિંમત અને અવેલિબિટીઃ આઈફોન 7ની કિંમત એટલી જ રાખવામાં આવી છે જેટલી આઈફોન 6ની રાખવામાં આવી હતી. આઈફોન 7ની કિંમત 649 ડોલર (અંદાજે 43 હજાર રૂપિયા) છે અને આઈફોન પ્લસની કિંમત 749 ડોલર (51 હજાર રૂપિયા) છે. બન્ને આઈફોનના પ્રી ઓર્ડર 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની શિપિંગ 16 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. જોકે ભારતમાં આ બન્ને ફોન ઓક્ટોબરમાં આવશે. તેની કિંમત શું હશે તેના વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

7

સૈન ફ્રાન્સિસ્કોઃ એપલે આખરે પોતાના શ્રેષ્ઠ ડિવાઈસ આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ લોન્ચ કર્યા. આ નવા આઈફોનનો લુક આઈફોન 6 અને આઈઓફોન 6એસ જેવો જ છે પરંતુ એ કહેવું ખોટું રહેશે કે કંપનીએ પોતાના નવા આઈફોન 7 સીરીઝમાં કોઈ ફેરફાર નથી કર્યા. આઈફોન ડિવાઈસના ઈતિહાસમાં આ પ્રથમ આઈફોન છે જેમાં વોટર અને ડસ્ટ રેસિસ્ટન્સ ફીચર લાવવામાં આવ્યા છે. નવા આઈફોન 7 અને આઈફોન 7 પ્લસવોટર અને ડસ્ટ રેસિસ્ટન્સ હશે. ભારતમાં આ બન્ને ફોન ઓક્ટોબરમાં આવશે.

  • હોમ
  • ગેજેટ
  • એપલ iPhone7 અને iPhone7 પ્લસ લોન્ચ થયા, અત્યાર સુધીના સૌથી શાનદાર આઈફોન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.