ગેલેક્સી Note7 બાદ iPhone7ની બેટરીમાં લાગી આગ, જાણો ઘટના બાદ શું કહ્યું એપલે
7 સપ્ટેમ્બરે જ iPhone7 લોન્ચ કરવામાં આવ્યે છે, iPhone7ની મજબૂતીના અનેક દાવા પણ કરવામાં આવ્યા હતા પરંતુ 2 મહિનાની અંદર જ બેટરીમાં બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા બાદ તમામ દાવાઓ પર હવે સવાલ ઉભા થઈરહ્યા છે. હાલમાં એપલે આ મામલે તપાસ કરવાની વાત કરી છે. સેમસંગ ગેલેક્સી નોટ 7 બાદ iPhone7માં બ્લાસ્ટના સમાચાર હેરના કરી મુકે દેવા છે કારણ કે, બન્ને કંપનીઓ પોત પોતાના ફોનની મજબૂતી અને સુરક્ષાના મોટા મોટા દાવા કરી રહી છે. જોકે બન્ને કંપની ફોનમાં લિથિયમ બેટરીનો ઉપયોગ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોન્સાનું માનીએ તો કારની આ સ્થિતિ iPhone7માં બ્લાસ્ટ થવાને કારણે થઈ છે. ફોન કારમાં આગળની બે સીટની વચ્ચેના ભાગમાં રાખવામાં આવ્યો હતો. આ જગ્યાની નીચે અથવા ઉપર એવું કંઈપણ ન હતું જેનાથી બ્લાસ્ટ થઈ શકે. એવામાં નક્કી કારમાં iPhone7માં બ્લાક્ટ થયો છે. આ ફોન બ્લાસ્ટની જે તસવીર સામે આવી છે તે ખૂબ જ ભયાનક છે અને જો એ સમયે કોઈ વ્યક્તિ કારમાં હાજર હોત તે બચી ન શકી હતો.
નવી દિલ્હીઃ અત્યાર સુધી સેમસંગના ફોનની બેટરીમાં બ્લાસ્ટના સમાચાર તમે સાંભળ્યા હશે પરંતુ iPhone7માં બ્લાસ્ટના સમાચારે સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં ન્યૂસાઉથવેલ્સ રાજ્યના ગેરોઓ શહેરની છે. ઓસ્ટ્રેલિયાઈ સર્ફર મેટ જોન્સે દાવો કર્યો છે કે, તે કારમાં પોતાનો iPhone7 રાખીને દરિયામાં સર્ફિંગ માટે ગયા હતો. પરત ફર્યા કાર ખોલી તો કારની અંદરથી ધુમાંડો નીકળતો હતો. તેને કંઈ સમજાણું નહીં કે આ કેવી રીતે થયું. ત્યારે ફોનનો વિચાર આવ્યો, ફોન ક્યાંય દેખાતો ન હતો અને ફોન જે જગ્યા પર રાખવામાં આવ્યો હતો તે જગ્યા સંપૂર્ણ રીતે સળગી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -