એપલે Touch Barની સાથે લોન્ચ કર્યું નવું મેકબુક પ્રો, જાણો શું છે કિંમત અને ફીચર્સ
એપલે પોતાની પ્રથમ પાવરબુકની 25મી વર્ષગાંઠ પર મેકબુક પ્રોનું લેટેસ્ટ મોડલ અમેરિકામાં લોન્ચ કર્યું છે. નવા મેકબુક પ્રોમાં સંપૂર્ણ નવી ડિઝાઈન, ફાસ્ટ સ્પીડ અને મલ્ટી ટચ સ્ક્રીન આપવામાં આવી છે. તેને 13 ઇંચ અને 15 ઇંચ સ્ક્રીનવાળા બે વેરિઅન્ટમાં ઉતારવામાં આવ્યું ચે અને અનુમાન છે કે ત્રણ સપ્તાહની અંદર અમેરિકામાં તેનું વેચાણ થવા લાગશે. તેની કિંમત 1799 ડોલરથી લઈને 2399 ડોલર આસપાસ રહેશે. ટચ બાર અને ટચ આઈડીવાળા 13 ઇંચ મેકબુક પ્રોની ભારતમાં શરૂઆતની કિંમત 155900 રૂપિયા અને 15 ઇંચવાળા મોડલની શરૂાતની કિંમત 205900 રૂપિયા હશે.
અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં 6th જનરેશનવાળું ઇન્ટેલ કોર i5 અને i7 સીપીયૂ, 8 જીબી અને 16 જીબીની રેમ અને 256 જીબીની સ્ટોરેજ આપવામાં આવી છે. 13 ઇંચ મોડલનું સ્ક્રીન રિઝોલ્યૂશન 2560X1600 છે, જેમાં ઇન્ટેલ આઈરિસ 540 ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે 15 ઇંચ મોડલરનું સ્ક્રીન રિઝોલ્યૂશન 2880X1800, જેમાં AMD Radeon પ્રો ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો નવા એપલ મેકબુક પ્રો મોડલોમાં તમામ સ્ટાન્ડર્ડ પોર્ટ્સ જેમ કે થન્ડરબોલ્ટ (4), USB 3.1 ઝેન 2, ડિસ્પ્લે પોર્ટ 1.2, HDMI, Wi-Fi અને વીજીએને સપોર્ટ કરે છે.
નવી મકેબુક પ્રો મોડલમાં પાવર બટનની સાતે ટચ આઈડી સેન્સર પણ આપવામાં આવ્યા છે. 13 ઇંચના નવા મેકબુક પ્રો 13 ઇંચવાળી મકેબુક એરથી વધરા હલકું અને પાતળું છે. સ્પીકરને એ રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે જેથી તેમાંથી સારી સાઉન્ડ ક્વોલિટી આવે. તેને કીબોર્ડની સાથે લગાવવામાં આવ્યું છે.
તેના સૌથી ખાસ ફીચર મલ્ટી ટચ કન્ટ્રોલ છે, જેને Fn keyની જગ્યા પર લાવવામાં આવ્યું છે. ઓપરેટિંગ સિસ્ટમ સિએરા પર કામ કરનાર આ OLED સ્ટ્રિપને ટચ બારનું નામ આપવામાં આવ્યું છે. આ સ્ટ્રિપ સેકન્ડરી ડિસ્પ્લે જેવી જ છે અને ઈમોજીસથી લઈને નેવિગેશન બટન બધુ જ દેખાય છે. જોકે જેમણે fn KEYSનો ઉપયોગ કરવો છે તેના માટે આ સુવિધા પણ આપવામાં આવી છે. તેના માટે ગ્રાહકો ટચ કન્ટ્રોલ વગર 13 ઇંચનું મેકબુક પ્રો મોડલ ખરીદી શકે છે. આ ટચ કન્ટ્રોલવાળા મોડલથી સસ્તું પણ પડશે. તેની શરૂઆતની કિંમત 129900 રૂપિયા હશે.