એપલ આઈફોન-10ના નવા મોડલનો ઘટાડશે ભાવ, જાણો શું હશે નવો ભાવ?
6.5 ઇંચવાળા વેરિયન્ટના લીક અનુસાર આ ઓલેડ પેનલ સાથે આવી શકે છે અને આ આઈફોન એક્સ પ્લસની રેન્જની શરૂઆત કરી શકે છે. મેટલ બોડી પર બનેલ આ ફોનમાં નોચ હશે અને તે લગભગ બેજલલેસ ડિસ્પ્લેવાળો ફોન હશે. આ ફોનના બેકમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. કહેવાય છે કે, આઈફોનના આ વેરિયન્ટમાં કેમેરા આઈફો એક્સમે હળતો મળતો હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર એપલ આ વર્ષે ત્રણ આઈફોન લોન્ચ કરી શકે છે. કહેવાય છે કે, એપલ આ વર્ષે જે નવા સ્માર્ટફોન લોન્ચ કરશે તેમાં એક 5.8 ઇંચ સ્ક્રીનનો, બીજો 6.1 ઇંચનો અને ત્રીજો 6.5 ઇંચ સ્ક્રીન સાથે આવશે. આઈફોનના 6.1 ઇંચવાળા મોડલની લીક તસવીર બાદ 6.5 ઇંચ વેરિયન્ટની તસવીર પણ સામે આવી છે.
નોંધનીય છે કે ગયા વર્ષે પ્રથમ વખત આઈફોનની કિંમત 1000 ડોલર સુધી ગઈ હતી. ભારતમાં પણ પ્રથમ વખત તમામ ટેક્સ સાથે આઈફોનની કિંમત એક લાખ રૂપિયાને પાર કરી ગઈ હતી.
મીડિયા અહેવાલ અનુસાર એપેલ આ વખતે આઈફોન એક્સની કિંમતમાં ઘટાડો કરી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર આ વખતે આઈફોન એક્સની કિંમત 800થી 900 ડોલર (અંદાજે 61 હજાર રૂપિયા) આસપાસ હોઈ શકે છે. જ્યારે આઈફોન એક્સ પ્લસની કિંમત 900થી 1000 ડોલર (અંદાજે 67 હજાર રૂપિયા) આસપાસ હોઈ શકે છે.
નવી દિલ્હીઃ એપલ આઈફોનની પોતાની જનરેશનના બેસ્ટ ફોન્સમાંથી એક ગણવામાં આવે છે અને તેને પસંદ કરનારા તેને લઈને ખૂબ જ ક્રેઝી હોય છે. પોતાની પરંપરા અનુસાર એપલ આ વર્ષે પણ પોતાના નવા આઈફોન લોન્ચ કરી શકે છે. કહેવાય છે કે એપલ પોતાના આગામી હેન્ડસેટ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરી શકે છે. જોકે નવા ફોનને લઈને અનેક અફવાઓ સામે આવી છે. જેમાં નવા આઈફોનની કિંમતને લઈને પણ જાણકારી મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -