✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Appleએ લોન્ચ કર્યો નવો iPhoneX , iPhone8 અને 8Plus, વાયરલેસ ચાર્જિંગ અને ફેસ આઈડી સાથે મળશે આ નવા ફીચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Sep 2017 06:50 AM (IST)
1

iPhone X ના ફેસ આઇડી રિકગ્નિશન એટલે યૂઝરના ચહેરાને પાસવર્ડ બનાવીને અનલૉક કરવા પાછળ એપલે પોતાની બધી તાકાત લગાવી દીધી છે. દાવો છે કે iPhone X ના યૂઝરના ફોનને વિના તેની પરમીશનથી દસ લાખ લોકોમાં પણ કદાચ જ કોઇ ખોલી શકે.

2

સીઇઓ ટિમ કૂક અને તેમની ટીમે બહુજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી, કેમેરા, વીડિયો અને સિક્યૂરિટી ફિચર્સ પર ફોકસ કર્યો છે, જે એપલની પ્રૉડક્ટને ખાસ બનાવે છે. આ વખતે એપલની બધી પ્રૉડક્ટ્સ પોતાનો જુના વેરિએન્ટ કરતાં મોંઘી છે અને આ માટે વેટિંગ પીરિયડ પણ વધારે છે.

3

એપલે ત્રણ નવા આઇફોન્સનું એકસાથે લૉન્ચિંગ કરી જુના બધા ટ્રેન્ડ્સ બદલી નાંખ્યા. આ વખતે જુના વેરિએન્ટને અપગ્રેડ કરવાને બદલે સીધો iPhone X ને લૉન્ચ કર્યો જે દુનિયાનો સૌથી એડવાન્સ સ્માર્ટફોન છે.

4

નવી દિલ્હીઃ એપલે મંગળવારે આઈફોન 8, આઈફોન 8 પ્લસ અને આઈફોન એક્સ લોન્ચ કર્યા. આ અત્યાર સુધીનો સૌથ મોંઘો અને એડવાન્સ ફીચરવાળો સ્માર્ટફોન છે. એપલ પાર્કમાં સ્ટીવ જોબ્સ થિયેટરમાં આયોજિત ઈવેન્ટમાં કંપનીના સીઈઓ ટિમ કુકે નવા આઈફોન રજૂ કર્યા. આઈફોન 8 અને 8 પ્લસના બે સ્ટોરેજ વેરિઅન્ટ હશે 64 જીબી અને 256 જીબી. આઈફોન 8ની કિંમત 649 ડોલર અને 8 પ્લાસની 799 ડોલરથી શરૂ થશે. ખાસ વાત એ છે કે આઈફોન એક્સમાં કોઈ હોમ બટન નથી. આ ફેસ આઈડી ફીચરથી સજ્જ હશે. ભારતીય સમયનુસાર મંગળવારે રાત્રે 10.30 કલાકે ઇવેન્ટ શરૂ થઈ હતી. ફોન લોન્ચિંગ પહેલા એપલ સ્ટોરને થોડા કલાક માટે બંધ કરવામાં આવ્યા હતા. સ્ટોરની સાઈટ પર 'We Will Be Back'ના મેસેજ આવી રહ્યા હતા. આઇફોનની 10th એનિવર્સરી પર આ પહેલો પ્રસંગ છે જ્યારે એકસાથે ત્રણ iPhone લૉન્ચ થયા છે. આગળ વાંચો ફીચર્સ અને ઈવેન્ટની ખાસ વાત...

5

6

આઇફોન 8 (64GB) - કિંમતઃ 699 ડૉલર (લગભગ 45 હજાર રૂપિયાથી શરૂ), પ્રી-ઓર્ડરઃ 15 સપ્ટેમ્બરથી, સેલઃ 22 સપ્ટેમ્બરથી

7

આઇફોન 8 પ્લસ (64GB) - કિંમતઃ 799 ડૉલર (52 હજાર રૂપિયાથી શરૂ), પ્રી-ઓર્ડરઃ 15 સપ્ટેમ્બરથી, સેલઃ 22 સપ્ટેમ્બરથી

8

એપલ ટીવી 4K (32GB) - કિંમતઃ 179 ડૉલર (11462 રૂપિયાથી શરૂ), પ્રી-ઓર્ડરઃ 15 સપ્ટેમ્બરથી, સેલઃ 22 સપ્ટેમ્બરથી

9

એપલ વૉચ સીરીઝ 3 - કિંમતઃ 329 ડૉલર (લગભગ 21,062 રૂપિયાથી શરૂ), પ્રી-ઓર્ડરઃ 15 સપ્ટેમ્બરથી, સેલઃ 19 સપ્ટેમ્બરથી

10

11

12

iPhone X - કિંમતઃ 999 અમેરિકન ડૉલર (લગભગ 64,000 રૂપિયા), પ્રી-ઓર્ડરઃ 27 ઓક્ટોબરથી, સેલઃ 3 નવેમ્બરથી

13

ઇમોજી હવે એનિમોજી બની ગઇ છે, એટલે બેજાન આઇકૉન્સમાં જીવ આવી જશે. યૂઝર પોતાના અવાજમાં તેને રેકોર્ડ કરી શકશે અને જેને મોકલશો તે તમારો અવાજ સાંભળી શકશે. કંઇક એવું થશે કે તમે હસશો તો તમારી બનાવેલી એનિમોજી પણ હસશે અને તમે રડશો તો એનિમોજી પણ એવા જ ફેશિયલ રિસ્પૉન્સ આપશે.

14

એપલે TV જોવાના એક્સપીરિયન્સને પણ 4K HDR ની સાથે સુપર રિચ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જુના યૂઝર્સની એપલ TV પણ ઓટો અપગ્રેડ થઇ શકશે અને સાથે તેને દુનિયાની બેસ્ટ ક્વૉલિટી મૂવીઝ અને બાકી પ્રૉગ્રામ્સ HD ની પ્રાઇઝમાં મળશે.

15

દુનિયાની સૌથી પસંદગીની વસ્તું બનેલી એપલ વૉચને 4 કરોડ ગીતોના લાઇવ સ્ટ્રીમિંગ સુધીની પહોંચ, LTE સેલ્યૂલર નેટવર્ક સપોર્ટ, પુરેપુરી વૉટરપ્રૂફ-સ્વીમ પ્રૂફ સપોર્ટ મળ્યો છે. આમાં ફિટનેસની ફિકરની સાથે કેટલાક એવા ઇનોવેટ કરવામાં આવ્યા છે કે વૉચ પહેરવાનો એક્સપીરિયન્સ જ બદલાઇ જશે.

  • હોમ
  • ગેજેટ
  • Appleએ લોન્ચ કર્યો નવો iPhoneX , iPhone8 અને 8Plus, વાયરલેસ ચાર્જિંગ અને ફેસ આઈડી સાથે મળશે આ નવા ફીચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.