નવા iPhoneમાં મળશે eSIM સપોર્ટ, જાણો ભારતમાં કેવી રીતે કરશે કામ
જોકે એપલે આ આઈફોનમાં ઈ-સિમ આપવા માટે ભારતીય ટેલીકોમ કંપની જિયો અને એરટેલ સાથે પાર્ટનરશિપની છે. આ ટેલિકોમ કંપનીઓ આઈફોનના નવા મોડલ્સમાં પહેલાથી જ સિમ ઈન્સ્ટોલ કરીને આપશે જેને તમે નિકાળી શકશો નહી, કેમ કે, આ ફોનનો ભાગ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક નંબર પર કોલ આવવા પર બીજો નંબર વ્યસ્ત બતાવશે. જોકે, એક સમયે કોઈપણ એક નંબર પર કોલ આવી શકે છે. ઘણા સમયથી ભારતીય કસ્ટમર્સ ડ્યુઅલ સિમ સપોર્ટવાળા આઈફોનની માંગ કરતા આવ્યા છે. આ વખતે કંપની આવું જ કર્યું છે. રિવ્યુ પછી મહત્વપૂર્ણ હશે કે આ ટેકનોલોજી પર્ફોમ કરી શકે.
નવી દિલ્હીઃ એપલે પ્રથમ વખત ડ્યૂઅ સિમ સપોર્ટવાળો આઈફોન લોન્ચ કર્યો છે. જોકે ફિઝિકલ ડ્યુઅલ સિમ સપોર્ટવાળા આઈફોન એક્સએસ માત્ર ચીનમાં જ લોન્ચ કરવામાં આવશે. ભારતમાં ઈ સીમ સપોર્ટવાળા વેરિયન્ટ લોન્ચ થશે. ત્યારે તમારા મનમાં પહેલો સવાલ એ થતો હશે કે ઈ સિમ ભારતમાં કામ કેવી રીતે કરશે. એપલે માટે ઈ સિમ કોન્સેપ્ટ નવો નથી, કારણ કે વિતેલા વર્ષે કંપનીએ Apple Watch Series 3 સેલ્યૂલર એડિસનમાં પણ ઈ-સિમ સપોર્ટ આપ્યા હતા.
બંને એક જ કામ કરે છે, પરંતુ સામાન્ય ફિજિકલ સિમ કરતા ઈ-સિમ વધારે એફિશિએન્ટ માનવામા આવે છે. તે ઉપરાંત તમે બે અલગ-અલગ ડેટા પેક યૂઝ કરી શકો છો, કોલિંગ પ્લાન યૂઝ કરી શકો છો, અને બે નંબર રાખી શકો છો.
આ ઉપરાંત તમે એકબીજો સિમ લગાવી શકશો એટલે તમે બે નંબરનો ઉપયોગ કરી શકશો. જો તમે ઈચ્છો તો ઈ-સિમનો નેટવર્ક પણ બદલી શકો છો અને તે માટે તમારે તે સિમ નિકાળવાની જરૂરત પણ પડશે નહી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -