iPhoneના ચાહકો માટે ખુશ ખબર, બે SIM સાથે આવશે નવો iPhone, લીક થઈ તસવીર
આ વાતથી તે સ્પષ્ટ થાય છે કે, લોન્ચ થનાર ત્રણ આઈફોનમાં એકમાં ડ્યુઅલ સિમ સપોર્ટ હશે. જોકે, આ વાતની હાલમાં પુષ્ટી થઈ શકી નથી કે ક્યાં iPhoneમાં આ ફિચર્સ આવશે. એવું પણ કહેવાય છે કે, ડ્યુઅલ સિમવાળા iPhone ચીન માટે એક્સક્લુસિવ હશે અને આ વિશે હજુ સુધી કોઈ જ જાણકારી આપવામાં આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેકનોલોજી બ્લોગ Tech Carvingએ ચીની ન્યૂઝ વેબસાઈટ Weibo પર લાગેલ આઈફોનની તસવીર જોવા મળી છે. જેમાં એક તસવીર દ્વારા બતાવવામાં આવ્યું છે કે, એપલ પોતાના નવા iPhoneમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપશે. Tech Carvingએ પોતાના રિપોર્ટમાં આ સપ્તાહની શરૂઆતમાં ચીની ટેલિકોમે ડ્યુઅલ સિમ અને ડ્યુઅલ સ્ટૈન્ડબાઈ સપોર્ટ સાથે આવનાર નવો iPhoneનું પોસ્ટર રજૂ કર્યું હતું. હવે તેમણે નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં ડ્યુઅલ સિમ સપોર્ટવાળા iPhoneને જોઈ શકાય છે.
નવી દિલ્હીઃ આજે એટલે કે 12 સપ્ટેમ્બરે આઈફોન પોતાના ત્રણ નવા ફોન રજૂ કરી શકે છે. ખાસ વાત એ છે કે નવા આઈફોનમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્પ્લે મળી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર એપલ નવા આઈફોનમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપી શકે છે. આજની ઇવેન્ટ પહેલા iPhoneના ફિચર્સને લઈને અનેક અહેવાલો સામે આવતા રહ્યા છે. હાલમાં જ લીક થયેલ એક ફોટો અનુસાર નવા iPhoneમાં ડ્યુઅલ સિમ સપોર્ટ હશે.
જણાવી દઈએ કે, iPhoneની મેગા ઈવેન્ટની શરૂઆત 12 સપ્ટેમ્બરની રાત 10:30 વાગે થશે. આમાં ત્રણ નવા iPhone લોન્ચ કરવામાં આવશે જે iPhone XC, iPhone XS અને iPhone XS Plus હોઈ શકે છે. તે ઉપરાંત કેટલાક ગેજેટ્સ પણ લોન્ચ કરવામાં આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -