આવનારા iPhoneમાંથી ગાયબ થઈ જશે આ ચાર ફીચર્સ!
મીડિયા અહેવાલ અનુસાર એપલ લાઇટિંગ પોર્ટ પણ દૂર કરી શકે છે. આ પોર્ટની જગ્યાએ કંપની યૂએસબી ટાઈપ સી બેન્ડવેગન તરફ વધારે ભાર આપી શકે છે. જોકે આ મામલે કંપનીએ સત્તાવાર કોઈ જાણકારી આપી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગયા વર્ષે લોન્ચ થયેલ આઈફોન એક્સમાં ટોપ અનો બોટમ બેઝલ નહોતી. આ વર્ષે પણ લોન્ચ થનાર આઈફોનમાં બેઝલ નહીં હોય. જેથી યુઝર્શ વધારે મોટી સ્ક્રીન પર વીડિયો જોઈ શકે.
આગામી આઈફોનમાં કદાચ હોટ બટન પણ જોવા નહીં મળે. આ એવું બીજુ ફીચર છે જેને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલ આઈફોન એક્સમાંથી કંપનીએ હટાવી દીધું હતું. જોકે અન્ય આઈફોનમાં હોમ બટન આપવામાં આવ્યું હતું.
કહેવાય છે કે કંપનીના 2018માં લોન્ચ થનારા આઈફોનમાં ટચ આઈડી ફીચર નહીં હોય. ટચ આઈડીને ફેસ આઈડી સાથે રિપ્લેસ કરવામાં આવશે. ગયા વર્ષે આઈફોન એક્સમાંથી કંપનીએ આ ફીચર દૂર કર્યું હતું.
નવી દિલ્હીઃ એપલ હંમેશાથી જ પોતાના સોફ્ટવેર અને હાર્ડવેરમાં નવા ફીચર્સ એડ કરીને સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝમાં એક નવું બેન્ચમાર્ક સેટ કરતી રહી છે. આવતીકાલ એટલે કે 12 સપ્ટેમ્બરે પોતાની વાર્ષિક ઈવેન્ટમાં કંપની નવો આઈફોન લોન્ચ કરવા જઈ રહી છે. અહેવાલ છે કે કંપની આ વખતે પોતાના આઈફોનમાં કેટલાક ફીચર્સ હટાવી શકે છે. આગળ વાંચો કંપની એવા ક્યા 4 ફીચર્સ છે જેને આઈફોનમાં હટાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -