આવતા મહિને લૉન્ચ થશે આ 3 નવા આઇફોન, ફિચર્સ સાથે લૉન્ચિંગ અને પ્રી-બુકિંગ ડેટ થઇ લીક, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક રિપોર્ટ્સ અનુસાર, આગામી મહિને લૉન્ચ થનારા આઇફોનમાં iPhone 9, iPhone XS અને iPhone XS Plus નામના ત્રણ મૉડલ સામેલ છે. આમાં iPhone 9 સૌથી સસ્તુ મૉડલ હશે, જેમાં કંપની 6.1 ઇંચની LCD સ્ક્રીન આપશે. જ્યારે iPhone XS માં 5.8 ઇંચ અને iPhone XS Plus માં 6.5 ઇંચની OLED ડિસ્પ્લે મળશે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, iPhone XS અને iPhone XS Plus ની એસેમ્બલિંગ પણ શરૂ થઇ ચૂક્યું છે, પણ iPhone 9 ની એસેમ્બલિંગનું કામ સપ્ટેમ્બરમાં જ શરૂ થશે.
ધ ઇન્ક્વાયરર વેબસાઇટે જર્મનીના એક ન્યૂઝ પેપર મેસરકૉફના રિપોર્ટનો હવાલો આપીને કહ્યું કે, નવા iPhonesની પ્રી-બુકિંગ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે આ મૉડલ્સને કંપની 12 સપ્ટેમ્બરે લૉન્ચ કરી શકે છે.
નવી દિલ્હીઃ દુનિયાભરમાં નવા આઇફોન આવવાનો ક્રેઝ છે એટલી જ ઘેલછા ભારતીય યૂઝર્સને પણ છે. હવે આઇફોનને લઇને નવા સમાચાર મળી રહ્યાં છે. અમેરિકન ટેક દિગ્ગજ એપલ આવતા મહિને પોતાના દમદાર આઇફોનના ત્રણ લેટેસ્ટ મૉડલ લૉન્ચ કરવા જઇ રહી છે. આ આઇફોન લેટેસ્ટ ફિચર્સ અને ટેકનોલૉજી વાળા હશે.
નોંધનીય છે કે, એપલે iPhone 9ની LCD સ્ક્રીન માટે LG સાથે પાર્ટનરશિપ કરી છે. તાજેતરમાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, LCD સ્ક્રીનમાં LED વેબલાઇટ લીકેઝનો પ્રૉબ્લેમ આવી રહ્યો છે, જેના કારણે આના પ્રૉડક્શનનું કામ અટકી ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -