Whatsappએ મોદી સરકારને આપ્યો મોટો ઝાટકો, પ્રાઈવેસીને લઈને ફગાવી આ માગ
સરકારે વોટ્સએપ સામે ત્રણ શરત મુકી હતી. 1.વોટ્સએપ પર ફેક ન્યૂઝ અને અફવાને રોકવા માટે તાત્કાલીક ધોરણે કોઈ સમાધાન શોધવામાં આવે. 2. ભારતમાં કામ કરવા માટે કોઈ કાર્યાલય બનાવવામાં આવે. 3. ફેક મેસેજના સોર્સ (ઓરિજનલ)ની ઓળખ કરવા માટે ટેકનીકલી સમાધાન શોધવામાં આવે અને ફરિયાદ નિવારણ માટે અધિકારીની નિમણૂક કરવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીના એક સીનિયર એક્ઝિક્યૂટિવે જણાવ્યું કે, ડેટા યૂઝર્સના ડિવાઈસમાં સેવા થાય છે. ડિક્રિપ્શન માટે માત્ર વોટ્સએપ જ નહીં પરંતુ એપલ અને ગૂગલની મેસેજિંગ સર્વિસીસમાં કામ કરવાની મૂળ રીતમાં ફેરફાર કરવો પડશે. જણાવીએ કે, હાલમાં વોટ્સએપ પર આવનારા તમામ મેસેજ એન્ડ-ટૂ-યેન્ડ એનક્રિપ્ટેડ હોય છે અને તેને ડીકોટ નથી કરી શકાતા.
નવી દિલ્હીઃ વોટ્સએપે ભારત સરકારને મોટો ઝાટકો આપ્યો છે. આઈટી પ્રધાનની એક માગ છોડીને બધી જ માગ વોટ્સએપે માની લીધી છે. વોટ્સએપે સરકારની એ માગને ફગાવી દીધી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, વોટ્સએપે પોતાના પ્લેટફોર્મ પર એક એવું ફીચર એડ કરવાનું રહેશે જેની મદદથી કોઈપણ મેસેજને ક્યાંથી સૌથી પહેલા મોકલવામાં આવ્યો છે તેની ઓળખ કરી શકાય. વોટ્સએપે કહ્યું કે તે, યૂઝરના ડેટાને એક્સેસ નથી કરી શકતા કારણ કે તે એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્ટેડ હોય છે.
જણાવીએ કે, ભારતમાં વોટ્સએપ દ્વારા ફેક ન્યૂઝ અને અફવાઓ ફેલાવ્યા બાદ લિંચિંગ જેવી ઘટનાઓ થઈ છે. વોટ્સએપના સીઈઓ ક્રિસ ડેનિયલએ મંગળવારે કેન્દ્રીય સૂચના અને પ્રોદ્યોગિકી મંત્રી રવિ શંકર પ્રસાદે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સરકારે વોટ્સએપને અફવાઓ રોકવા, પોર્ન અને ફેક ન્યૂઝ પર નિયંત્રણ લગાવવાના ટેકનીકલી સમાધાન શોધવા માટે કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -