રિલાયન્સ Jioએ યૂઝર્સને આપી એક અન્ય ભેટ, ડેટા વગર પણ કરી શકાશે મૂવી ડાઉનલોડ, જાણો કેવી રીતે
હેપ્પી અવર્સ અંતર્ગત રાત્રે 2થી 5 કલાક સુધી યૂઝર્સને અનલિમિટેડ ડેટા, અનલિમિટેડ સ્પીડ મળે છે. યૂઝર્સ 1 જીબીની ડેઇલી લિમિટિ પણ ખત્મ નથી થતી. એવામાં જો તમે ફિલ્મને ઓફલાઈન મોડમાં જોવા માગો છો તો તેને રાત્રે 2થી 5 કલાકની વચ્ચે ડાઉનલોડિંગ માટે શેડ્યૂઅલ કરી દો. તેનાથી તમારી ડેઇલી લિમિટ પણ ખત્મ નહીં થાય અને ફિલ્મ પણ ડાઉનલોડ થઈ જશે.
એવામાં આ એપના નવા અપડેટનો ઉપયોગ કરવાથી યૂઝરનો ડેટા ઝડપથી ખત્મ થઈશકે છે. આ મુશ્કેલીમાંથી બહાર આવવા યૂઝર્સ જિયોની હેપ્પી અવર્સનો ઉપયોગ કરી શકે છે.
Jio Cinema એપનાં નવાં અપડેટ બાદ યૂઝર્સ ફિલ્મ ડાઉનલોડ કર્યા બાદ તેને ઓફલાઈન મોડમાં જોઈ પણ શેક છે. ફિલ્મને ડાઉનલોડ કરવા માટે મીડિયમ, એચડી ક્વોલિટી જેવા વિકલ્પ આપવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ તેમ યૂઝર્સને ફેર યૂસેજ પોલિસી અંતર્ગત દરરોજ 1 જીબી 4જી ડેટા મળે છે, ત્યાર બાદ સ્પીડ ઓછી થઈ જાય છે.
જિયોએ કહ્યું કે, યૂઝર્સ માટે આ એક નવું ફીચર અપડેટ કરવામાં આવ્યું છે. જેના દ્વારા યૂઝર્સ રિલાયન્સ જિયોની એફયૂપી એટલે કે ફેર યૂસેજ પોલિસી પર કોઈપણ અસર થયા વગર પોતાની સુવિધા અનુસાર ફિલ્મ જોઈ શકે છે. આ ઓફર માત્ર જિયો યૂઝર્સ માટે જ માન્ય છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સને એક વધુ શાનદાર ગિફ્ટ આપી છે. જો તમે જિયોના યૂઝર છો અને તમને ફિલ્મ જોવાનો શોખ છે, તો જિયો તમારે માટે એક ખુશખબર લઈને આવ્યું છે. તમને જણાવીએ કે My Jio Appમાં હાલમાં Jio Cinema એપ દ્વારા યૂઝર્લ હવે ફિલ્મ જોવાની સાથે સાથે તેને ડાઉનલોડ પણ કરી શકે છે.